અદાણી પેટ્રોકેમ દ્વારા વર્લ્ડ કવોલીટી વીકની ઉત્સાહભેર ઉજવણી

~ ગુણવત્તા કેન્દ્રિત બિઝનેસને આગળ ધપાવવવા ટોપ મેનેજમેન્ટ પ્રતિબદ્ધ

અદાણી જૂથ ઉદ્યોગોમાં સર્વગ્રાહી ગુણવત્તાને હંમેશા પ્રાધાન્ય આપતું રહ્યું છે. મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ (MPL) માટે ગુણવત્તા એ માત્ર એક શબ્દ જ નહીં પરંતુ ટકાઉ વ્યવસાયની વ્યૂહરચનાનો પાયો છે. તાજેતરમાં MPL દ્વારા દ્વારા વર્લ્ડ ક્વોલિટી વીક 2023ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અદાણી જૂથના સર્વકાલીન ડિરેક્ટર જીત અદાણી સહિત CEO અને કર્મચારીઓએ ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.

વૈશ્વિક સ્પર્ધાત્મકતા હાંસલ કરવા MPL હિંમત, વિશ્વાસ અને અતૂટ પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તાયુકત ઉત્કૃષ્ટતા સાથે અગ્રેસર છે. તાજેતરમાં ગુણવત્તા કેન્દ્રિત વ્યવસાયને પ્રાધાન્ય આપવા મુંદ્રા પેટ્રોકેમ દ્વારા ક્વાલીટી વીકની ઉજવણી કરવામાં આવી. જેમાં વ્યવસાય અને કર્મચારીઓને સાંકળી ઈનોવેટીવ અને ઈન્ટરેક્ટીવ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા.  ટોપ મેનેજમેન્ટને વર્લ્ડ ક્વોલિટી વીક દરમિયાન ગુણવત્તા ઝુંબેશના વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. 

અદાણી ગ્રૂપના હાર્દમાં ગુણવત્તા વ્યવસાયને સતત વૃદ્ધિ તરફ દોરી રહેલા મૂળભૂત મૂલ્ય તરીકે કેન્દ્રસ્થાને છે. આ વર્ષની થીમ સ્પર્ધાત્મક ક્ષમતાનો અહેસાસ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોમાં કર્મચારીઓને ગુણવત્તાનું મહત્વ સમજાવતા રસપ્રદ સત્રો અને વાર્તાલાપ કરવામાં આવ્યા હતા. જેમાં ગુણવત્તા સંસ્કૃતિનો વિકાસ, ગુણવત્તા અને સતત સુધારણા, ગુણવત્તા દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શનનો જેવા વિષયોનો સમાવેશ થાય છે. MPLએ તમામ સ્તરોએ ગુણવત્તાની ભાવના પ્રેરિત કરવા માહિતીપ્રદ પોસ્ટર્સ અને તેના કર્મચારીઓને જોડ્યા હતા.

WQM-23 ની વૈશ્વિક થીમ સાથે ડિઝાઇન કરેલ ગુણવત્તા બેજ સ્ટાફ સાથે તમામ કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. ટોપ મેનેજમેન્ટ સહિત તમામ કર્મચારીઓએ વિશ્વ ગુણવત્તા દિવસ પર બેજ પહેરીને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ઉપસ્થિતોની સક્રિય સંલગ્નતા માટે ઓન-સ્પોટ ગુણવત્તા ક્વિઝ અને સ્લોગનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાઈટ પરના કર્મચારીઓ પણ તેમાં ઓનલાઈન જોડાયા હતા.

ગુણવત્તા મંત્ર – સ્લોગન સ્પર્ધામાં માપદંડો (સર્જનાત્મકતા, નવીનતા અને WQM-23 થીમ) ના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે ગુણવત્તા જ્ઞાની, ગુણવત્તા મંત્ર, ગુણવત્તા મિલાપ અને ગુણવત્તા પહેલી જેવા જેવા અનન્ય નામો સાથે આકર્ષક સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. જેના તમામ વિજેતાઓને પ્રશંસાપત્રો અને ખાસ ગિફ્ટ વાઉચર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a comment