~ કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મોટા સોલાર પાર્કને હકિકતમાં પલટાવવા આ ભંડોળથી પોલાદી તાકાત મળશે
ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (“AGEL”),એ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે AGELના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ કંપનીના પ્રમોટર્સને રુ. 9,350 કરોડ ( USD 1,125 મિલિયન સમકક્ષ) ની રકમ માટે સેબી ICDR નિયમનોની ગણતરીના આધારે શેરદીઠ રુ.1,480.75ના ભાવે પ્રેફરન્શિયલ વોરંટ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે. આ બાબત તા.૧૮મી જાન્યુઆરી 2024 ના રોજ નિર્ધારીત અસાધારણ સામાન્ય સભા (EGM) માં નિયમનકારી અને વૈધાનિક સત્તાવાળાઓ તેમજ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે. આ ભંડોળનો ઉપયોગ ડિલિવરેજિંગ અને ઝડપી મૂડી ખર્ચ માટે કરવામાં આવશે.
આ સાથે હવે AGEL ચાલુ દાયકાના અંત સુધીમાં જેમાં ૨૦.૬ ગિગાવોટની બંધ ક્ષમતા સાથે ૪૫ ગિગાવોટના નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરવા સંપૂર્ણ સજ્જ છે. ભારતના સંસાધન સમૃદ્ધ વિસ્તારોમાં બે લાખ એકર (૪૦ ગિગાવોટથી વધુ ઉત્પાદન ક્ષમતાની સમકક્ષ) સુરક્ષિત જમીન અને વધારાની રુ.૯,૩૫૦ કરોડનીઇક્વિટીનું રોકાણ આ નિર્ધારિત લક્ષ્યને પૂર્ણપણે સિધ્ધ કરવા ભંડોળ પૂરું પાડશે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ભારત રીન્યુએબલ એનર્જીમાં વૈશ્વિક અગ્રણી બનવાના ઉંબરે આવી ઉભું છે અને અદાણી ગ્રીન એનર્જી આ ક્રાંતિમાં મોખરે છે. સ્વચ્છ ઉર્જાનું આપણા રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવા માટે પણ એક સમાન ઉર્જા સંક્રમણ માટે અમે એક તરફ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને તબદીલ કરી રહ્યા છીએ તેની સાથો સાથ ઝડપી વિકાસ અને વિકાસ યોજનાને વેગ આપવા માટે અમે પોસાય તેવા હરીયાળા વિકલ્પોને તબક્કાવાર અપનાવી રહ્યા છીએ. આ ભંડોળ ઉમેરવા સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેની ઝડપી વૃદ્ધિના માર્ગને હાંસલ કરવા માટે વધુ સાનુકૂળ સ્થિતિ ધારણ કરી છે”.
અગાઉ અદાણી ગ્રીન એનર્જી લિ.એ ગુજરાતના કચ્છના ખાવડા વિસ્તારમાં ભારતના સૌથી મોટા સોલાર પાર્કમાં ૨,૧૬૭ મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટના નિર્માણની બાંધકામ સુવિધા માટે ૮ આંતર રાષ્ટ્રીય બેંકો દ્વારા USD ૧.૩૬ બિલિયનના ધિરાણની જાહેરાત કરી હતી. વધુમાં કંપનીએ USD ૧.૪૨૫ બિલિયન ઇક્વિટી મૂડીની જાહેરાત કરી છે પ્રમોટર્સ દ્વારા પ્રેફરન્શિયલ ઇશ્યુ કરવાથી USD 1.125 બિલિયન અને ટોટલેનેર્ગીએસ સાથેના સંયુક્ત સાહસ તરફથી USD 300 મિલિયન અર્થાત USD 3 બિલિયન જેટલો મૂડી રોકાણમાં વધારો થતા આ પ્રોજેકટને નિર્ધારીત આગળ લક્ષ્ય તરફ આગળ વધવામાં બળ મળશે.
લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારો, નાણાકીય સંસ્થાઓ અને બેંકો દ્વારા મળેલો જોરદાર સહયોગ આ પ્રોજેકટને મૂર્તિમંત કરવા માટે પ્રમોટર્સની સતત પ્રતિબદ્ધતામાં ભરોસો અને ઊંડો રસ દર્શાવે છે, જેણે ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૪૫ ગિગાવોટની નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાના અદાણી ગ્રીન એનર્જી લિ.ની લક્ષિત મહત્વાકાંક્ષાને હાંસલ કરવાના હોંસલાને બુલંદી પૂરી પાડી છે.
About Adani Green Energy Ltd (AGEL)
AGEL is India’s largest renewable energy solutions partner, playing a vital role in enabling the clean energy transition. The company develops, owns, and operates utility-scale grid-connected solar, wind, and hybrid renewable power plants. With an operating renewable portfolio of 8.4 GW spread across 12 states, AGEL is currently the largest renewable energy developer in India, offsetting over 41 million tonnes of CO2 emissions cumulatively. AGEL is committed to its target of achieving 45 GW of renewable energy capacity by 2030, aligned with India’s decarbonization goals. The company focuses on leveraging technology to reduce the Levelized Cost of Energy (LCOE) and facilitate the widespread adoption of affordable clean energy. AGEL’s operating portfolio is certified as “water positive for plants of more than 200 MW capacity,” “single-use plastic-free,” and “zero waste-to-landfill,” showcasing its commitment to sustainable growth.
