IPO માટે ડિસેમ્બર બીજો શ્રેષ્ઠ મહિનો

ડિસેમ્બર ૨૦૨૩માં ૧૧ કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) રજુ કર્યા હતા. જેના થકી આ કંપનીઓ રૂ. ૮,૧૮૨.૭ કરોડ એકત્ર કરશે. ડિસેમ્બર ૨૦૨૧માં ૧૧ કંપનીઓએ ૯,૫૩૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આમ ડિસેમ્બર ૨૦૨૩, આઈપીઓ માટે પછીનું બીજો શ્રેષ્ઠ મહિનો પુરવાર થયો છે.

આઈપીઓ પ્રવૃત્તિમાં વધારો થવાથી સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં અનુભવાયેલ ખરાબ નસીબને પણ ઉલટાવી દીધું. ડિસેમ્બર ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૮માં કોઈ આઈપીઓ નહોતા, જ્યારે ૨૦૦૩માં બે આઈપીઓ રજુ કરવામાં આવ્યા હતા.

રાજ્યની ચૂંટણીઓ અને ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના નિર્ણયો અંગે અનિશ્ચિતતા વચ્ચે ડિસેમ્બરના પ્રથમ ભાગમાં કોઈ આઈપીઓ  આવ્યા ન હતા. જો કે, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડો અને આવતા વર્ષની શરૂઆતમાં પ્રથમ કટના સંકેત આપતા સમાચારોથી રોકાણકારોને પ્રોત્સાહન મળ્યું હતું. ફેડરલે સંકેત આપ્યો હતો કે આવતા વર્ષે વ્યાજ દરોમાં ૭૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવશે, જે બજારની અપેક્ષા કરતાં વધુ છે.

પાંચમાંથી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની જીતથી રાજકીય માહોલ સાનુકૂળ બન્યો છે અને આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ પછી નીતિ અને સરકારનું સાતત્ય જળવાઈ રહેશે તેવી આશા ઊભી થઈ છે.આ મહિને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણમાં વધારો થયો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ડિસેમ્બરમાં રૂ. ૫૬,૬૧૭ કરોડની ઇક્વિટીના ચોખ્ખા ખરીદદારો હતા.

ડિસેમ્બર ૨૦૨૩માં સેન્સેક્સ અત્યાર સુધીમાં ૫.૩ ટકા વધ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૦ પછી વર્ષનો બીજો શ્રેષ્ઠ છેલ્લો મહિનો છે. પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો અને પ્રમોટર્સ આ મહિનાના કેટલાક આઈપીઓમાં તેમનો હિસ્સો વેચ્યો છે. દરમિયાન, ઘણી પીઈ કંપનીઓ તેમનો હિસ્સો વેચતી જોવા મળી હતી.

આગામી મહિને પણ આઈપીઓ  રજુ થવાની પ્રક્રિયા જારી રહેશે અને લગભગ એક ડઝન જેટલી કંપનીઓ બજારમાં પ્રવેશવા તૈયાર છે.

Leave a comment