અદાણી મુંદ્રા પોર્ટને પ્રતિષ્ઠિત સમુદ્રમંથન એવોર્ડ-2023 એનાયત થયો

વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી મુંદ્રા પોર્ટનો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વાગ્યો છે. 10મા આંતરરાષ્ટ્રીય સમુદ્રમંથન એવોર્ડ્સ- 2023માં મુંદ્રા પોર્ટેને પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. મુંબઈ ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં મુન્દ્રા પોર્ટે નોન મેજર પોર્ટ ઓફ ધ યરનું સન્માન જીત્યું છે.  ભારતીય મેરીટાઇમ ફ્રેટરનિટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ અદાણી પોર્ટસને સમુદ્રમંથન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

2009 થી આપવામાં આવતા ઈન્ટરનેશનલ સમુદ્રમંથન એવોર્ડ્સ (ISMA) સાતત્યપૂર્ણ નેતૃત્વ, પ્રસંશનીય પ્રયાસો, સંલગ્ન પ્રતિબદ્ધતાઓ તેમજ શિપિંગ વ્યવસાયમાં પાથ-બ્રેકિંગ પહેલ કરતી કંપનીઓને આપવામાં આવે છે. પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા હાથ ધરવામાં આવેલી ઝીણવટભરી પસંદગી પ્રક્રિયા બાદ સમુદ્રમંથન એવોર્ડના વિજેતા જાહેર કરવામાં આવે છે. વિવિધ કેટેગરીમાં અપાતો આ પુરસ્કાર શ્રેષ્ઠ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને ઉચ્ચતમ સ્તરના ગ્રાહક સંતોષને પણ માન્યતા આપે છે.

મુન્દ્રા પોર્ટ ભારતીય જીડીપી વૃદ્ધિમાં ફાળો આપતું મુખ્ય આર્થિક પ્રવેશદ્વાર છે. શ્રેષ્ઠ દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશિષ્ટ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને અત્યાધુનિક સાધનોથી સુસજ્જ, મુન્દ્રા પોર્ટ વૈશ્વિક બેન્ચમાર્કને મેળ ખાતી કાર્યક્ષમતા સાથે જહાજોને ટર્નઅરાઉન્ડ કરવામાં સક્ષમ છે. પોર્ટની મલ્ટી-મોડલ કનેક્ટિવિટી કાર્ગોનાં સરળ અને પસંદગીના સ્થળાંતરની ખાતરી આપે છે. વર્ષ 2022-23માં, મુન્દ્રા પોર્ટે 155.39 MMT અને 6.64 મિલિયન Teus નું સંચાલન કર્યું જે ભારતમાં સૌથી વધુ છે.

અદાણી પોર્ટ્સ  એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) કંપનીની એન્વાયરમેન્ટ પોલીસી હંમેશા પ્રદૂષણ નિવારણ, પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ પર કેન્દ્રિત રહી છે. વૈશ્વિક વેપાર અને વાણિજ્યમાં પોતાની આગવી સ્થિતિ અને મહત્વને સમજતાં મુન્દ્રા પોર્ટ હંમેશા સતર્ક રહે છે. મુન્દ્રા પોર્ટના કાર્યક્ષમ સંચાલન દ્વારા તે વૈશ્વિક વેપારના લેન્ડસ્કેપમાં અગ્રણી બંદર તરીકેની શ્રેષ્ઠ કામગીરી, સલામતી અને ગ્રાહકોના સંતોષને પ્રાથમિકતા આપવાનું યથાવત્ રાખશે.

Leave a comment