ટકાઉ ભવિષ્યના ઈંધણ માટે હાઇડ્રોજન મિશ્રિત કુદરતી ગેસની ATGLની સ્તુત્ય પહેલ

અદાણી ટોટલ ગેસે બ્રહ્માંડના સૌથી વિપુલ તત્વ સાથે અનુકુલન સાધી ટકાઉ ભવિષ્ય તરફ મહત્વપૂર્ણ પહેલ કરી છે. ડાઉનસ્ટ્રીમ ઇંધણની માંગને ડીકાર્બોનિઝ કરવા કુદરતી ગેસ સાથે હાઇડ્રોજનનું મિશ્રણ કરીને ગ્રીન સફર શરૂઆત કરવામાં આવી છે. ગ્રીન હાઇડ્રોજન તરફના પગલાને ભારતની આયાત નિર્ભરતા ઘટાડવાના વ્યૂહાત્મક પગલા તરીકે માનવામાં આવે છે. ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ વધવાથી ભારત વૈશ્વિક હાઈડ્રોજન અર્થવ્યવસ્થાના કેન્દ્રસ્થાને આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.

અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) દ્વારા ‘ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને સંમિશ્રણ પાયલોટ પ્રોજેક્ટ’ની પહેલ કરવામાં આવી છે.  અદાણી ટોટલ ગેસે હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ સાથે ગ્રીન સફર શરૂ કરી છે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને તેમાં ઇલેક્ટ્રોલાઈઝર્સ દ્વારા સાઇટ પર હાઇડ્રોજન જનરેટ કરવામાં આવશે જેને હાલની કુદરતી ગેસ ગ્રીડ સાથે બ્લેન્ડ કરવામાં આવશે. સ્થાનિક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન આ આયાત ઘટાડવાનો માર્ગ પ્રદાન કરે છે. 

આ પ્રાયોગિક અભ્યાસ હાલની અસ્કયામતો પર હાઇડ્રોજન – કુદરતી ગેસ મિશ્રણની લાક્ષણિકતાઓ અને અસરનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. હાલમાં કુદરતી ગેસ, એમોનિયા-યુરિયા અને રસોઈ કોલસા જેવી કોમોડિટીની નોંધપાત્ર આયાત દેશના વેપાર સંતુલનમાં ફાળો આપે છે.

ભારતની હાલની હાઇડ્રોજન માંગ લગભગ 6 mmtpa (મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) છે, જેમાંથી મોટાભાગનો વપરાશ ઓઇલ રિફાઇનરીઓ (3 mmtpa) અને એમોનિયા ઉત્પાદન (2.5 mmtpa)માં થાય છે. આ માંગ 2030 સુધીમાં 12 એમએમટીપીએ સુધી પહોંચવાની સંભાવના છે. સરકાર આ માંગના લગભગ 40% ગ્રીન હાઇડ્રોજન દ્વારા પૂરી થવાની અપેક્ષા રાખે છે.

ATGL કંપની પ્રવક્તાના જણાવ્યા અનુસાર “અદાણી ટોટલ ગેસ હંમેશા ગ્રીન ફ્યુલના શોધ અને ઉપયોગ માટે ઉત્સુક છે. જૂથના ડિકાર્બોનાઇઝેશન અને ટકાઉ ભવિષ્યના વિઝન અને મિશન માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે. આ પાયલોટ પ્રોજેક્ટ 4,000 ઘરેલું અને વ્યાપારી ગ્રાહકો સુધી પહોંચશે. શરૂઆતમાં, 2% v/v હાઇડ્રોજનને પ્રાકૃતિક ગેસ સાથે મિશ્રિત કરવામાં આવશે જેથી વર્તમાન કમિશન્ડ અસ્કયામતો પરની અસરનો અભ્યાસ કરવામાં આવે જે પછી નિયમનકારી મંજૂરીઓના આધારે મિશ્રણ ગુણોત્તર વધારીને 8% v/v કરવામાં આવશે.”.

ગ્રીન હાઇડ્રોજનને કુદરતી ગેસ સાથે ભેળવવામાં આવે છે ત્યારે નેટ હીટિંગ સામગ્રીને સમાન રાખીને CO2 ઉત્સર્જન ઘટાડે છે. યુકે, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા કેટલાય દેશો દ્વારા તેને હાંસલ કરવામાં આવે છે

લગભગ 20 લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસ દ્વારા બળતણના લાકડાનું દહન તે ઇંધણનો સૌપ્રથમ જાણીતું હતું. હાઇડ્રોજન બ્રહ્માંડના દળના આશરે 73% અને માનવ શરીરના 10% દળમાં રહેલું છે. આપણી આજુબાજુ હાઇડ્રોજન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં, નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી હાઇડ્રોજનનો અસરકારક અને આર્થિક રીતે ઉપયોગ કરવો એ હજુ પણ એક પડકાર છે. આ પ્રોજેક્ટ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે અને ઉદ્યોગની ઉત્ક્રાંતિ અને ટકાઉ ઉર્જા ઉકેલોમાં પ્રગતિને આગળ ધપાવવા સક્રિય યોગદાન આપશે.

આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને પૃથ્વી ગ્રહના નાગરિકોના જીવનમાં ભારે પાયમાલી સર્જાઈ છે. એટલું જ નહીં, આગામી દાયકાઓમાં તે વધુ ખરાબ થશે તેથી ATGL આ પ્રકારના સીએનજી સ્ટેશનોનું નેટવર્ક, રસોઈ ગેસ અને ઉદ્યોગોમાં વપરાતા ગેસનું વહન કરતી પાઇપલાઇનનાં નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે. અગાઉના વાર્ષિક અહેવાલમાં ઓટોમોબાઈલ સીએનજી તેમજ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં પાઈપ્ડ ગેસના છૂટક વેચાણ માટે ATGL દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 18,000 કરોડથી રૂ. 20,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક ધરાવતી ભારતની અગ્રણી ખાનગી કંપની છે જે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)થી લઈને ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને પરિવહન ક્ષેત્રને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સપ્લાય કરે છે. 14 નવા ભૌગોલિક વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન (GAs) ની સાથે ATGL 38 ભૌગોલિક વિસ્તારોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે, જે ભારતની કુલ વસ્તીના 8% જેટલું છે. ATGL દેશમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

ઓપરેશનના તમામ નિયમોનું પાલન કરતા ATGLના મધર સ્ટેશનો કેન્દ્રિય રીતે SOUL દ્વારા નિયંત્રિત તેમજ SCADA દ્વારા જોડાયેલા છે. 20+ વર્ષથી કંપની સફળતાપૂર્વક કાર્યક્ષમ અને સલામત કામગીરી બજાવી રહી છે. વળી આગામી સમયમાં તેની કાર્યક્ષમ ટીમ સમગ્ર ભારતમાં કમ્પ્રેશન સર્વિસ પેકેજ માટે તૈયાર છે.

Leave a comment