અંધારપટ્ટને છેદવા ટેકનોલોજી અને ડિજિટાઈઝેશન માં મબલખ રોકાણના સથવારે અદાણી પાવરની ઉડાન

મે-૨૦૦૪માં મુંબઇના ચેમ્બુરમાં આવેલા સિવાસ્વામી ઓડિટોરિયમમાં આપણી ભાતીગળ લગ્ન પરંપરાને મંચ ઉપર રજૂ કરતા સાજન બેઠું માંડવે શિર્ષક હેઠળ સૌરાષ્ટ્રના એકસો જેટલા કલાકારોના એક કાર્યક્રમનું આયોજન મુંબઇની એક મોટી કંપનીના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અંધેરીના સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઉતારેથી સવારે ૮.૦૦ વાગે આ કલાકારોનો કાફલો ઓડિટોરીયમ ગ્રાન્ડ રિહર્સલ માટે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ વિસ્તારમાં પાવર સબ સ્ટેશનનું ટ્રાન્સફોર્મર બળી જવાના કારણે લાઇટ જતી રહી હતી અને બપોરે બે વાગ્યા પહેલા વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતા નથી. પરિણામે રિહર્સલ માટે બુક કરવામાં આવેલા મુંબઇના પ્રોફેશ્નલ મ્યુઝિશ્યન્સને બે શિફ્ટનો પુરસ્કાર તેમજ સખ્ત બફારા વચ્ચે કલાકારોને નજીકની એક હોટેલમાં લઇ જવાની ફરજ પડેલી. તેના કારણે સંસ્થા ઉપર રુ.૫૦ હજારનો નાહકનો વધારાનો નાણાકીય બોજ આવી પડેલો. ચેમ્બુરની ઘણી હોસ્પિટલોને પણ ઇમરજન્સી ઓપરેશન્સમાં થોડા સમય માટે દીક્કત આવી હતી. આ સમયે સતત વીજ પુરવઠાનું મહત્વ સમજાયું હતું.

          દેશના ઘણા ખરા રાજ્યો વીજ કાપ કે અંધારપટના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે ભારતની વસતિ અને સરકારી વીજ કંપનીઓની વીજ ઉત્પાદન ક્ષમતાની મર્યાદાઓ વચ્ચે સરકારે વીજ ઉત્પાદન અને વિતરણ માટે ઉદારીકરણની નીતિ અપનાવી ખાનગી ક્ષેત્રોના પ્રવેશને આપેલી પરવાનગી બાદ દેશમાં વીજ સમસ્યાની સ્થિતિ ક્રમશ સુધરી રહી છે.

          વીજળી ક્ષેત્રમાં સરકારની ઉદારીકરણની નીતિનો લાભ લઇ વીજ ઉત્પાદન માટે આજે ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદક બનેલી અદાણી સમૂહની અદાણી પાવર લિ. તેના હિતધારકોને લાંબાગાળાના ફાયદાઓ પહોંચાડવાનું લક્ષ્ય રાખવા સાથે વીજ ઉત્પાદન માટે અદ્યતન ટેકનોલોજી અને ડિજિટાઇઝેશનમાં ભારે માત્રામાં રોકાણ કરી ઓછા ખર્ચે વીજ ઉત્પાદન વધારી રહી છે.  

          અદાણી પાવર સમગ્ર દેશમાં ૧૫૨૫ ગિગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે આઠ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. આવતા પાંચ વર્ષમાં કંપનીનો ઇરાદો ૨૧૧૫ ગિગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાનો છે. કંપનીએ ગ્રીન ફિલ્ડ, બ્રાઉન ફિલ્ડ અને સફળતાપૂર્વક મર્જર અને હસ્તાંતરણો મારફત તેનો પાવર પોર્ટફોલિઓ સમૃધ્ધ કર્યો છે. 

અદાણી પાવરના મેનેજીંગ ડિરેકટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે ગત વર્ષોમાં અમે તણાવગ્રસ્ત અને નબળા સંચાલનમાં ભીંસાયેલી અસ્કયામતો હસ્તગત કરી છે અને આ અસ્ક્યામતોની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તેની ટેક્નોલોજીના અપગ્રેડેશનમાં નોંધપાત્ર પ્રમાણમાં રોકાણ કરવું પડ્યું છે અને કેટલાક કિસ્સાઓમાં તેને ટકાઉ ઢાંચામાં ઢાળવા માટે આમૂલ ફેરફાર પણ કરવાની ફરજ પડી છે. અમે હસ્તગત કરેલા શ્રેણીબધ્ધ એકમોના ઓપરેટિંગ પ્લેટફોર્મ્સ અને એલ્ગોરિધમ્સના હાથ ધરેલા વ્યાપક આધુનિકીકરણના ફળ સ્વરુપ આજે તે પૈકીના મોટા ભાગના કાર્યક્ષમતા અને કામગીરી માટેના લક્ષિત બેન્ચમાર્કથી ઉપરના પરિમાણો પર કાર્ય કરી રહ્યા છે.

સુપર-ક્રિટીકલ ટેકનોલોજી અપનાવનાર દેશનું પ્રથમ ગુજરાતના મુંદ્રા ખાતેનું અદાણી પાવર સ્ટેશન બન્યું હતું, જે સબ ક્રિટીકલ કરતા નોંધપાત્ર રીતે વધુ કાર્યક્ષમ છે. ત્યારબાદમહારાષ્ટ્રના તિરોડા  ખાતેનો 3,300 મેગાવોટનો પ્લાન્ટ અને રાજસ્થાનના કવાઇ ખાતેનો 1,320 મેગાવોટનો પ્લાન્ટ પણ સુપર-ક્રિટીકલ ટેક્નોલોજીના આધાર પર સ્થાપવામાં આવ્યા છે.

વીજળીની નિકાસ માટે અદાણી પાવર ઝારખંડના ગોડ્ડા ખાતેના  તેના 1,600 મેગાવોટના પ્લાન્ટ માટે અત્યાધુનિક અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેક્નોલોજી અપનાવનાર ફરીવાર સૌપ્રથમ બન્યું હતું, આ પ્લાન્ટમાં ઉચા કેપિટલ એક્ષપેંડીચરની જરુર હોવા છતાં દિર્ઘાયુ અને ખર્ચની દ્રષ્ટિએ વધુ અસરકારક અને ઉત્પાદિત ઊર્જાના મેગાવોટ દીઠ નોંધપાત્ર રીતે ઓછું ઉત્સર્જન કરે છે. મધ્યપ્રદેશના મહાન, છત્તીસગઢના રાયપુર અને રાયગઢના 1600 MW  જેવા આગામી દરેક બ્રાઉનફિલ્ડ સ્ટેશનોનું વિસ્તરણ પણ અલ્ટ્રા-સુપરક્રિટીકલ ટેકનોલોજી પર આધારિત છે.

“અલ્ટ્રા સુપર ક્રિટિકલ ટેક્નોલોજી એ આગળ વધવાનો માર્ગ છે. અમારા ભાવિ તમામ મોટા પ્રોજેક્ટ્સ આ પ્લેટફોર્મ પર જ આગળ વધશે. જે સંસાધનની દ્રષ્ટીએ વધુ કાર્યક્ષમ છે,એમ સરદાનાએ વધુમાં માહિતી આપતા કહ્યું હતું..

અદાણી પાવર લિ.ના આધુનિક અને વધુ કાર્યક્ષમ ટેક્નોલોજીમાં રોકાણને કારણે ઉત્સર્જન અને પાણીના વપરાશને લગતા પર્યાવરણના પરિમાણો તેના શિરમોર સ્થાને છે અને ઉદ્યોગની સરેરાશ તુલનામાં તે એકધાર્યા સૌમ્ય છે.

દેશમાં એકમાત્ર અદાણી પાવર વીજ ઉત્પાદક કંપની છે જેની પાસે ભારતથી લઈ ચીન અને કોરિયાથી લઈ અમેરિકા સુધી બોઈલર, ટર્બાઈન, જનરેટર (BTG) સપ્લાયર્સની વિશાળ શ્રેણીનો સ્થાપિત કાફલો છે. આ મુખ્યત્વે પ્રાથમિક કારણ એ હતું  કે હસ્તગત કરાયેલા એકમો વિવિધ તકનીકો ધરાવતા હતા.

વધુ સારા સંચાલન માટે કંપનીએ ફાજલ ચીજ વસ્તુઓ કે સમારકામ માટે કોઈ ચોક્કસ વિક્રેતા પર નિર્ભર ના રહેતા સ્થાનિક કક્ષાએ કામ ચલાવવા માટે એક વિશાળ પહેલ હાથ ધરી છે. તેથી સામાન્ય રીતે દર છ વર્ષે એકવાર જ્યારે પણ કોઇ એકમનું મોટા મેન્ટેનન્સ માટે શટડાઉન થાય છે ત્યારે કંપનીના ઇજનેરો ટર્બાઇનને ડિસએસેમ્બલ કરવાની તકનો ઉપયોગ કરીને સ્વદેશીકરણ માટે મહત્વપૂર્ણ ઘટકોને રિવર્સ એન્જિનિયર કરવાનો પ્રયાસ કરે છે. અદાણી પાવરે અનેક સ્પેર્સના રિવર્સ એન્જિનિયરિંગ માટે ‘3D’ પ્રિન્ટીંગ ટેક્નોલોજી પણ ગોઠવી છે અને આ વિકલ્પ પર સતત વિકાસ કરી રહી છે..

અમે વિદેશી હુંડીયામણ, વિઝાની સમસ્યાઓ અને ત્યાંથી પુરજા પ્રાપ્ત કરવામાં વિલંબને કારણે આંતરરાષ્ટ્રીય વિક્રેતાઓ પર નિર્ભરતા ઘટાડવા માંગીએ છીએ. આથી અમે ઘર આંગણે આ જાણકારી વિકસાવવાનું શરૂ કર્યું છે. અમે 70% જેટલું સ્વદેશીકરણનું સ્તર ક્યારનું હાંસલ કરી ચૂક્યા છીએ અને આગામી એક-બે વર્ષમાં અમોને તે 90% પાર કરવાનો વિશ્વાસ છે. અમે પૂરજાને રિવર્સ એન્જિનિયર કરવામાં મદદ કરવા માટે ભાગીદારોની એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવી છે. જેથી સ્પેરપાર્ટસ અને સેવાઓ માટે OEM પરની અમારી નિર્ભરતામાં ઘટાડો થયો છે. દેશમાં અન્ય કોઈ કંપની આવું કરી શકી નથી એમ સરદાનાએ કહ્યું હતું.

આ સફળ સંકલન સાથે થતા શટડાઉન ટૂંકા હોય છે, અને પૂરજાના સ્ત્રોત સરળ રહેવાથી ટીમ વધુ આત્મનિર્ભર રહે છે. થોડા સમય પહેલા ટર્બાઇન રોટરમાં જ્યારે ખામી સર્જાઈ હતી, ત્યારે કંપનીના એન્જિનિયરોએ તેને બદલવાની.જટિલ “વેલ્ડ રિપેર” પ્રક્રિયા હાથ ધરી હતી જેનો અગાઉ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. સરદાનાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાએ માત્ર સમય જ નહીં પરંતુ નોંધપાત્ર નાણા પણ બચાવ્યા હતા.જેણે અમારો આત્મવિશ્વાસ વધાર્યો છે. આ ક્ષેત્રમાં નવીનતાઓને હજુ પણ અવકાશ છે અને તે ખર્ચ ઘટાડવા કાર્યક્ષમ છે..

        કંપની ક્રોસ વેન્ડરના પરર્પર સહયોગને પણ પ્રોત્સાહિત કરે છે. તદ્દનુસાર એક ટેક્નોલોજી ભાગીદારને બીજાના ઘટકની રિવર્સ એન્જિનિયરિંગ પ્રક્રિયા દરમિયાન જાણકારી અને સપ્લાય બેઝ વધારવા માટે હાથ મિલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.જ્યાં સરકારી નીતિઓને કારણે પુરવઠો અને મુલાકાતો પ્રતિબંધિત છેએવા ચીનમાં ચીની વિક્રેતાઓના કિસ્સામાં ખાસ કરીને આ મદદરૂપ છે.

કંપની રીન્યુએબલ્સ અને થર્મલના સંદર્ભમાં ફ્લેક્સી મોડમાં કામ કરવા માટે તેના નવા એકમો ડિઝાઇન કરી રહી છે, હાલના એકમોને પણ ફરી એન્જિનિયરિંગ કરવામાં આવી રહ્યા છે. અમારા રાયગઢ યુનિટને ફ્લેક્સી મોડમાં કામ કરવા માટે ફરીથી એન્જિનિયર કર્યું છે. અમે અન્ય પ્લાન્ટ્સને પણ લવચીક બનાવવાની શક્યતાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. આમ કરવાથી, અમે સંપત્તિની ઉપયોગી આવરદા લંબાવીશું,એવી માહિતી તેમણે આપી હતી.

અમદાવાદમાં અત્યાધુનિક એનર્જી નેટવર્ક ઓપરેટિંગ સેન્ટર (ENOC) ધરાવતી અદાણી પાવર મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી નેક્સ્ટ જનરેશન ડિજિટલ ટેક્નોલોજીમાં રોકાણ કરી રહી છે. એક કદમ આગળ વધીને કંપનીએ હવે એનાલિટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સ (ACoE) ની સ્થાપના કરી છે જે ઇન-હાઉસ ડેટા એનાલિટિક્સ દ્વારા કાર્યક્ષમતા સુધારણા માટેના કાર્યક્રમો હાથ ધરે છે અને ઑપ્ટિમાઇઝ ઓપરેશન્સ અને શેષ અસ્ક્યામત આયુ વૃદ્ધિની જાળવણી માટે ઉકેલો વિકસાવે છે..

કંપની એક અત્યાધુનિક એસેટ પર્ફોર્મન્સ મોનિટરિંગ મોડ્યુલ APMનો અમલ કરી રહી છે જે IoT દ્વારા તેને રીઅલ-ટાઇમ ધોરણે નિર્ણાયક સાધનોના પ્રદર્શન વિચલનને મોનિટર કરવા અને માપવા માટે અનુમતિ આપશે, પરિણામે અનુમાનિત જાળવણીમાં મદદ કરશે. આનાથી જાળવણીનો સમયગાળો ઓછો કરવા અને અસ્ક્યામતના વાસ્તવિક-સમયની સ્થિતિની તપાસ પ્રાપ્ત થશે તેવી અપેક્ષા છે. મૂડી અસ્કયામતો અને સમજદાર ઓપરેટિંગ સંચાલન સાથે અદાણી પાવર દ્વારા તેના પાવર એકમોને સક્ષમ બનાવવા અને તેના તમામ હિસ્સેદારોના લાંબા ગાળાના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે આક્રમક રીતે અનુસરી રહી છે.

  • કુલ ઉત્પાદન ક્ષમતા ૧૫-૨૫ ગિગાવોટ
  • પાવર પ્લાન્ટ્સ ઉડુપી (૧૨૦૦ મેગાવોટ) તિરોડા (૩૩૦૦ મેગાવોટ) રાયપુર (૧૩૭૦ મેગાવોટ મહાન (મર્જર અને એક્વિઝીશન મારફત અદાણી પાવર હસ્તક) (૧૨૦૦ મેગાવોટ) રાયગઢ (૬૦૦ મેગાવોટ) કવાઇ (૧૩૨૦ મેગાવોટ) મુન્દ્રા (૪૬૨૦ મેગાવોટ) અને ગોડ્ડા (૧૬૦૦)

ESG Credits

  • વિશ્વની વીજ ઉપયોગીતાઓના સરેરાશ ૩૩/૧૦૦ના સામે S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ સ્કોર ૫૪/૧૦૦
  • વિશ્વના વીજ ઉપયોગીતાઓના FTSE4 Good Index ના કોન્સ્ટીટ્યુઅન્ટ સરેરાશ 2.7/5  ના રેટીંગ સામે FTSE ESG 3.5/5
  • 2.35m3/MWh ની પાણીની તીવ્રતાનું પ્રદર્શન વૈધાનિક મર્યાદા કરતાં 39% ઓછું છે
  • ફ્લાય-એશનો 100% ઉપયોગ

Leave a comment