અદાણી ટોટલ ગેસ દ્વારા અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનો સ્તુત્ય પ્રયાસ

અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક વિસ્તારવા મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ATGL વર્ષ 2030 સુધીમાં 75,000 ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપની CNG, PNG, કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને ઈ-મોબિલિટી સાથે અવિરત વિસ્તરણ કરી રહી છે. અદાણીની 50 સાઇટ્સ હવે રૂફટોપ સોલર પેનલ્સ દ્વારા સંચાલિત થઈ રહી છે.

EV સ્ટેશન વધારવાની આ મહત્વાકાંક્ષી યોજના અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા અને તેનાથી ઉત્પન્ન થતા પ્રદૂષણને ઘટાડવાના ભારતના લક્ષ્યો સાથે સંરેખિત છે. જેમ-જેમ EVsની માંગ વધે છે, તેમ તેમ મજબૂત ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું મહત્ત્વપૂર્ણ બને છે. અદાણી ટોટલ ગેસ આ પરિવર્તનમાં મોખરે રહેવાનું લક્ષ્ય રાખે છે. EV ક્ષેત્રમાં ટોટલ એનર્જીસ જેવા જાયન્ટ્સ સાથે અદાણી ગ્રૂપનો સહયોગ ભારતના EV સંક્રમણને વેગ આપવાના તેમજ કુશળતા અને અદ્યતન ટેક્નોલોજીનો લાભ માટેના સંયુક્ત પ્રયાસોને દર્શાવે છે.  

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ATGL દ્વારા વિવિધ પ્રકારના નવતર અભિગમો અપનાવવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ATGLના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત 4,000થી વધુ રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ગ્રીન હાઇડ્રોજન (GH2) ને કુદરતી ગેસ સાથે મિશ્રિત કરવા નવીનતમ તકનીકોનો ઉપયોગ કરશે. જેમાં નિયમનકારી મંજૂરીઓ પ્રમાણે હાઇડ્રોજન સંમિશ્રણ ગેસ ઉમેરવાથી સમાન હીટિંગ માટે પ્રમાણમાં ઓછો કાર્બન ઉત્પન્ન થાય છે.

આ પ્રોજેક્ટ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની સાથે ઉદ્યોગોની ઉત્ક્રાંતિ અને ટકાઉ ઉર્જાના ઉકેલો લાવવામાં સક્રિય યોગદાન આપશે. એક અભ્યાસ મુજબ, 8% સુધીનું હાઇડ્રોજન મિશ્રણ 4% સુધી ઉત્સર્જન ઘટાડો કરે છે.

ઘર-ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાની પહેલમાં અદાણીના જૂથે અનેક પહેલો કરી છે. ઊર્જા ક્ષેત્રની કંપની ટોટલ એનર્જીઝ સાથે મળીને ATGL અમદાવાદમાં બાયો-સીએનજી ઉત્પાદન કરતો અદ્યતન પ્લાન્ટ બનાવવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) તરફથી મળેલા વર્કઓર્ડર પ્રમાણે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ મુજબ બનાવવામાં આવશે. 

ATGL ગ્રીનમોસ્ફિયર પહેલ દ્વારા 220,000 વૃક્ષો રોપવામાં આવ્યા છે જેનાથી વાર્ષિક 3,000 ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. લો કાર્બન સોસાયટી પહેલ હેઠળ ATGL વૃક્ષારોપણ, જનજાગૃતિનો ફેલાવ, શાળાઓ-કોલેજોને ગ્રીનમોસ્ફિયર ક્લબમાં જોડવા, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા તેમજ ઉર્જા અને પાણી બચાવવા અવિરત ઝુંબેશ ચલાવી રહી છે.

ATGL સીએનજી સ્ટેશનોનું નેટવર્ક, રસોઈ ગેસ અને ઉદ્યોગોમાં વપરાતા ગેસનું વહન કરતી પાઇપલાઇનનાં નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે. અગાઉના વાર્ષિક અહેવાલમાં ઓટોમોબાઈલ સીએનજી તેમજ ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં પાઈપ્ડ ગેસના છૂટક વેચાણ માટે ATGL દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 18,000 કરોડથી રૂ. 20,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

ATGL 33 ભૌગોલિક વિસ્તારોમાં ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના દેશના પ્રયાસોમાં મુહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશની વધતી જતી સ્વચ્છ ઇંધણની માંગ અને જરૂરિયાતો માટે CNG સ્ટેશન નેટવર્ક તેમજ પાઇપલાઇન નેટવર્કના વિસ્તરણને ATGL તીવ્ર ગતિએ વેગ આપી રહ્યું છે.

ભારત 2030 સુધીમાં ઉર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાનું લક્ષ્યાંક ધરાવે છે. ગેસ ઈંધણ પ્રવાહી ઇંધણ કરતાં ઓછું પ્રદૂષિત હોવાથી તેને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. આ મિશનમાં અદાણી ગેસ સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણમાં સિંહફાળો આપી રહ્યું છે.

Leave a comment