NO પોલીટીક્સ પ્લીઝ! કાયદેસર મેળવેલા ધારાવીના પ્રોજેક્ટના વિરોધથી ગરીબોનો હક્ક છીનવાશે

દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી મુંબઈની ધારાવીનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, ત્યારે રાજકારણ તેમાં રોડા અટકાવી રહ્યું છે. ધારાવીનો પુનઃવિકાસ પ્રોજેક્ટ તત્કાલિન કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની મહા વિકાસ અઘાડી સરકાર (MVA) દ્વારા કાયદેસરની કાર્યવાહીને અનુસરીને આપવામાં આવ્યો હતો. ધારાવીના પુનઃવિકાસનો હેતુ વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને આધુનિક શહેરમાં પરિવર્તિત કરી 10 લાખ લોકોનું પુનર્વસન કરવાનો છે.

અદાણી જૂથે વર્ષોના અનુભવ અને મહેનતથી પરિણામલક્ષી કાર્યશૈલી વિકસાવી છે. ધારાવીના પુનઃવિકાસ મામલે અદાણી જૂથે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે “ ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેને અગાઉની કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની મહા વિકાસ અઘાડી સરકાર (MVA) દ્વારા કાયદેસર અને ખુલ્લી આંતરરાષ્ટ્રીય બિડિંગ દ્વારા આપવામાં આવ્યો હતો.

અદાણીના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL)ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “તમામ બિડર્સ જવાબદારીઓ અને પ્રોત્સાહનો સહિતની નાણાકીય સ્થિતિઓથી વાકેફ હતી અને બિડર માટે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી”. અદાણી જૂથે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ મહારાષ્ટ્ર સરકારના કથિત રીતે જૂથને સમર્થન આપવાના વિરોધમાં ધારાવીથી મુંબઈમાં અદાણીની ઓફિસ સુધી રોડ માર્ચ કાઢી હતી. 

મહારાષ્ટ્ર સરકારે ફેબ્રુઆરી 2004માં ધારાવીને એક સંકલિત આયોજિત ટાઉનશિપ તરીકે પુનઃવિકાસ કરવાનો નિર્ણય લેતા ધારાવી પુનઃવિકાસના અમલીકરણ માટે એક એક્શન પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. MVA સરકારના કાર્યકાળ દરમિયાન ટેન્ડરની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે કોન્ટ્રાક્ટ અપાયા બાદ અંતિમ શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી બિડ વિજેતાને કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યો હોવાનો દાવો સદંતર ખોટો છે. 

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશ્વના સૌથી વિરાટ શહેરી પુનર્વસન અને પુનર્જીવન પ્રોજેક્ટ પૈકીનો એક છે. જેમાં અંદાજે દસ લાખ લોકોનું પુનર્વસન અને પુર્નસ્થાપન કરવામાં આવશે. જેમાં ફક્ત રહેણાંકના એકમોનું જ નહીં પરંતુ અલગ અલગ આકાર અને કદના વિવિધ વ્યાપારી પ્રતિષ્ઠાનોનું પણ પુનર્વસન થશે. વિશિષ્ટ વ્યવસાયોના સમગ્ર ઇકોસ્ફિયર અને વ્યાપારી તાણાવાણાનું પુનર્વસન અને પુનઃસ્થાપન કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ વ્યાપક અને સર્વગ્રાહી પુનઃવિકાસનો છે કારણ કે તેમાં પાત્ર અને અપાત્ર બંને નિવાસીઓના આવાસ અને પુનર્વસનની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે.

ધારાવીમાં એટલી ગીચતા છે ગંદકીના ઉકરડાઓ ઠેર-ઠેર જોવા મળે છે. પરિણામે બીમારીઓ પણ ઝડપથી ફેલાય છે. 1896 પ્લેગ સામે કાબુ મેળવ્યા બાદ ધારાવીના લોકોને 25 વર્ષ સુધી વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો. 2020માં ધારાવીમાં કોરોનાનો પહેલો કેસ આવ્યા બાદ કોરોના બોમ્બ વિસ્ફોટ થયો હતો. સાંકડી શેરીઓમાં સામાજિક અંતરનું પાલન કેવી રીતે કરવું તે સૌથી મોટી સમસ્યા હતી.

ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટેના ટેન્ડરને અદાણી ગ્રુપે બોલી લગાવીને કાયદેસર જીત્યું હતું. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાદ અહીં રહેતા લોકોને પાકાં મકાનોમાં વસાવવાનો ટાર્ગેટ છે. નવાઈની વાત એ પણ છે કે, ધારાવીમાં વસતા લોકો અને લાભાર્થીઓ પણ આ ગંદા રાજકારણનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જાણે એમ કહી રહ્યા છે કે અમને અમારા હક્કનો લાભ મેળવા દો…તેમાં નો પોલીટીક્સ પ્લીઝ!   

Leave a comment