~ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે અન્ય હોદાઓ માટે 16 ઉમેદવાર બિનહરીફ જાહેર
મુન્દ્રા મધ્યે છેલ્લા કેટલાક દિવસોથી બાર એસોસિયેશનની ચૂંટણીએ વકીલોમાં ભારે ઉત્કંઠા જગાવી છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે પ્રમુખપદના બે દાવેદારો સિવાય અન્ય હોદાઓ પર સોડ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં આગામી 22/12 ના રોજ સ્થાનિક અદાલત ના ખંડમાં મતદાન યોજાશે.
પ્રાપ્ત માહિતી મુજબ અનેક બેઠકો બાદ પ્રમુખપદ બિનહરીફ જાહેર કરવા મુદ્દે સમાધાન ન થતાં હવે એડવોકેટ ભાવનાબેન કિશનભાઇ બારોટ અને કાનજી દેવજી સોંધરા વચ્ચે આરપાર નો જંગ ખેલાશે.
જયારે ઉપપ્રમુખ તરીકે જનક મુળજી સોલંકી,વાલજીભાઇ આર ગઢવી મંત્રી રવિલાલ કોરશીભાઈ મહેશ્વરી સહમંત્રી મહેશકુમાર વેલજીભાઇ સોધમ સહિત બાર કારોબારી સદસ્યો બિનહરીફ જાહેર થયા છે.અત્રે નોંધનીય છે કે 22/12 તારીખના રોજ કુલ્લ 190 ધારાશાસ્ત્રીઓના મત પેટીમાં પેક થયા બાદ ચૂંટણી પૂર્ણ થયે સાંજે પરિણામ જાહેર થશે.મુખ્ય ચૂંટણી અધિકારી નરેન્દ્રસિંહ સોઢા અને સહાયક તરીકે ની ભૂમિકા કાનિયાભાઈ સેડા તથા ભૌમિક ભટ્ટ અદા કરશે.
