સેન્સેક્સ 70,381 અને નિફ્ટી 21,148ને સ્પર્શ્યો

શેરબજાર ફરી આજે એટલે કે ગુરુવારે (14 ડિસેમ્બર) ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સે 70,602.89ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી અને નિફ્ટીએ 21,210.90ની સર્વકાલીન ઉચ્ચ સપાટી બનાવી. આજે સૌથી વધુ ઉછાળો આઈટી અને બેન્કિંગ શેર્સમાં જોવા મળ્યો છે. ઇન્ફોસિસના શેરમાં 3.93% અને ટેક મહિન્દ્રાના શેરમાં 3.67%નો વધારો થયો છે.

આ પછી સેન્સેક્સ 929 પોઈન્ટના વધારા સાથે 70,514ના સ્તર પર બંધ થયો. નિફ્ટીમાં પણ 256 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 21,182ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં વધારો અને 7માં ઘટાડો જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો.

વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.

ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાથી બજાર પણ મજબૂત બન્યું છે.

ફેડએ સતત ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કર્યો નથી.

આ વર્ષે અત્યારસુધીમાં માર્કેટ 15 ટકાથી વધુ વધ્યું છે

આ વર્ષે અત્યાર સુધીમાં માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. વર્ષની શરૂઆતમાં એટલે કે 2 જાન્યુઆરીએ (બજાર 1 જાન્યુઆરીએ બંધ હતું), સેન્સેક્સ 61,167 પોઈન્ટના સ્તરે હતો, જે હવે 14 ડિસેમ્બરે 70,381 પોઈન્ટ એટલે કે (ઓલ ટાઈમ હાઇ) પર પહોંચી ગયો છે, એટલે કે આ વર્ષે અત્યારસુધીમાં એમાં 15%થી વધુ એટલે કે 9,214 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.

અમેરિકન બજારોમાં તેજી જોવા મળી હતી

બુધવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.4% વધ્યો અને 512 પોઇન્ટ વધીને 37,090ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. S&P 500 પણ 1.37% (63 પોઈન્ટ) વધ્યો. Nasdaq પણ 201 પોઈન્ટ (1.38%) વધ્યો. ફેડે સતત ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કર્યો નથી. એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે 2024થી ત્રણ દરમાં ઘટાડો જોવા મળશે.

InoxCVAનો IPO આજથી

InoxCVA નો IPO 14 ડિસેમ્બરથી પબ્લિક સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે. રોકાણકારો આ IPOમાં 18 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકે છે. આઇનોક્સના IPOની પ્રાઇસબેન્ડ ₹627થી ₹660 પ્રતિ શેર છે. IPOની લોટ સાઈઝ 22 શેર છે, એટલે કે રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 22 શેર માટે બિડ કરી શકે છે. આ માટે ₹14,520નું રોકાણ કરવું પડશે. જ્યારે એના મહત્તમ 13 લોટ એટલે કે 286 શેર માટે, રોકાણકારો મહત્તમ ₹1,88,760નું રોકાણ કરી શકે છે.

ગઈકાલે બજારમાં વધારો જોવા મળ્યો હતો

આ પહેલાં ગઈકાલે એટલે કે બુધવારે (13 ડિસેમ્બર) શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 33 પોઈન્ટના વધારા સાથે 69,584ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 19 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 20,926ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઉછાળો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો.

Leave a comment