અદાણી સમુહે 100 મિલિયન વૃક્ષો વાવવાના લક્ષ્યાંકના ભાગરૂપે અત્યાર સુધીમાં 29 મિલિયન વૃક્ષો રોપ્યા

પૃથ્વી પર સમૃદ્ધ ભવિષ્ય માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2030 સુધીમાં એક ટ્રિલિયન વૃક્ષો વાવવાના લક્ષ્યાંકના ભાગરૂપે અદાણી ગ્રુપે અત્યાર સુધીમાં 29 મિલિયન વૃક્ષોનું વાવેતર કર્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરતા જણાવ્યું હતું કે “આ મિશનમાં યોગદાન આપવા દાયકો પૂરા થતા સુધીમાં અદાણી ગ્રુપે 100 મિલિયન વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ગૌતમ અદાણીએ ટ્વીટ કરતા કહ્યું છે કે “અદાણી ગ્રૂપ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (@wef) ટ્રિલિયન ટ્રી કોમ્યુનિટી (@1t_org) પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યું છે. અમે 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષો વાવવા માટે પ્રતિબદ્ધ છીએ”. તેમણે ઉમેર્યુ હતું કે ભારતના દરિયાકાંઠે 37 મિલિયન મેન્ગ્રોવ અને 63 મિલિયન અંતરિયાળ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે”. વૈશ્વિક સ્તરે ભારતીય કોર્પોરેટ દ્વારા કરવામાં આવેલી આ સૌથી મહત્વાકાંક્ષી પ્રતિજ્ઞાઓમાંની એક છે.

અદાણી ગ્રૂપના ચેરમેને વધુમાં ઉમેર્યું હતું કે “અદાણી જૂથ 29 મિલિયન વૃક્ષોનું રોપણ પહેલાથી જ કરી ચૂક્યું છે. અમે બાયો-ડાયવર્સિટી, આબોહવા સ્થિતિસ્થાપકતા અને ગ્રામીણ આજીવિકાને વધારવા અમારાથી બનતા બધા પ્રયત્નો ચાલુ રાખીશું. ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે અદાણી ગ્રૂપ દ્વારા લેવામાં આવેલી વિવિધ ગ્રીન પહેલોમાંની આ એક છે.

પર્યાવરણના સંરક્ષણ માટે અદાણી ગ્રૂપ વિવિધસ્તરે નવતર અભિગમ અપનાવી રહ્યું છે. તાજેતરમાં ‘ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ઉત્તરાખંડ’માં અદાણી ગ્રુપના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે “ગ્રૂપનું સિટી ગેસ સંયુક્ત સાહસ 200 રાજ્ય પરિવહન વ્યવસાયોને ઇકો-ફ્રેન્ડલી CNGમાં રૂપાંતરિત કરશે. એટલું જ નહી, ઉત્તરાખંડમાં સિમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવા અને સ્માર્ટ વીજળી મીટર લગાવવા માટે રૂ. 2,500 કરોડથી વધુનું રોકાણ કરશે”.

આ સાથે જ અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જીમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવશે. અનેક પડકારોથી ભરેલા રણ વિસ્તારમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ આકાશમાંથી પણ જોઈ શકાય છે.

સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે પણ અદાણી ગ્રૂપની કર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યું છે. અદાણી સિમેન્ટ ઉદ્યોગની અંબુજા અને ACC બંને કંપનીઓ સિમેન્ટ ઉત્પાદનમાં ટકાઉ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે. અદાણી જૂથ 90% થી વધુ સિમેન્ટ ઉત્પાદન મિશ્રિત સિમેન્ટ્સ રિસાયક્લિંગ વેસ્ટ ફ્લાયએશ અને સ્લેગથી કરી રહ્યું છે. આ મહત્વપૂર્ણ પરિવર્તન માત્ર સિમેન્ટના પર્યાવરણીય ફૂટપ્રિન્ટને ઘટાડવા પુરતું જ નહીં પરંતુ ટકાઉપણા તરફ નોંધપાત્ર પગલું પણ માનવામાં છે.  

વાત પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની કરીએ તો, અદાણી ગ્રૂપે 2028 સુધીમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો થકી સિમેન્ટ ઉત્પાદનના 60% પાવર આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. વીજ ઉત્પાદન બાબતે અદાણી ઇલેક્ટ્રિસિટી રિન્યુએબલ એનર્જી તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 2027 સુધીમાં મુંબઈને 60% રિન્યુએબલ વીજળી પૂરી પાડવા અદાણી ગ્રૂપનો પાવર ડિસ્ટ્રિબ્યુશન એકમ અગ્રેસર છે.

અગાઉ અદાણી ટોટલ ગેસે અમદાવાદ ખાતે બાયો-સીએનજીનું ઉત્પાદન કરવા તેમજ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. તદુપરાંત કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝનને આગળ વધારવા મુંદ્રા સ્થિત અદાણી પાવર પ્લાન્ટ ગ્રીન એમોનિયાના મિશ્રણને કો-ફાયર કરવા કાર્યરત છે.  

COP 28 આબોહવા પરિવર્તનની સૌથી ખરાબ અસરોને રોકવા માટે એક મહત્વપૂર્ણ પાસું માનવામાં આવે છે. વિશ્વભરના નેતાઓ તેમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા પરિવર્તન અંગે અસરકારક પગલાં લેવા પ્રયત્નશીલ છે તેવામાં ભારતીય કોર્પોરેટની આ મહત્વાકાંક્ષી પ્રતિજ્ઞાને ખુબ જ મહત્વની માનવામાં આવે છે.   

Leave a comment