- ચાલુ નાણા વર્ષના પહેલા છ માસમાં EBITDA રુ.43,688 કરોડ (USD 5.3 બિલિયન) 47% જે અત્યાર સુધીની સૌથી વધુ અર્ધ વાર્ષિક વૃદ્ધિ
- મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો કે જે અનુમાન, સ્થિરતાની ઉચી કક્ષાનું બહુ પાંખી પ્રતિબિંબ દર્શાવે છે અને કુલ EBITDA માં 86% ફાળો આપે છે
- નાણાકીય વર્ષ-૧૯ના પાછલા-બાર-મહિનાના EBITDAનો આશરે ત્રણ ગણો જે રુ.71,253 કરોડ (USD 8.6 બિલિયન) હતો
- લિક્વીડીટીની શ્રેષ્ઠ સ્થિતિ: અત્યાર સુધીની સૌથી વધુ રોકડ અને સિલક રુ.૪૫,૮૯૫ કરોડ(USD 5.5 billion)
આજે અદાણી પોર્ટફોલિયોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં કરેલા સંગીન નાણાકીય દેખાવની નવી વિગતો જારી કરી છે. ભારતના માળખાકીય વિકાસને મજબૂત કરવા ઉપર પોતાનું સમગ્ર લક્ષ્ય કેન્દ્રિત છે તેવા સંકલિત બિઝનેસ પોર્ટફોલિયો અંતર્ગત તેના તમામ વ્યવસાયોમાં તેણે જોરદાર દેખાવ કર્યો છે. આ વ્યવસાયોમાંથી પ્રાપ્ત નોંધપાત્ર રોકડ પ્રવાહ તેની ભાવિ સતત વૃદ્ધિમાં પાયાની ભૂમિકા અદા કરે છે.
અદાણી સમૂહના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર શ્રી જુગશિન્દર(રોબી) સિંધે જણાવ્યું હતું કે એક તરફ એરપોર્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન અને અન્ય ઇન્ક્યુબેટિંગ અસ્કયામતો મજબૂત રીતે ઉભરી રહી છે અને બીજી તરફ હવે તેના પોર્ટફોલિયોનો EBITDAમાં લગભગ 8% ફાળો આપી રહી છે, સમય અને સંજોગોની કસોટીઓના સામનો કરવા સાથે મેક્રો ઇકોનોમિક અને અન્ય પડકારો વચ્ચે પોર્ટફોલિયો જબરદસ્ત વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
ચાલુ નાણાકીય વર્ષના અર્ધવાર્ષિક નાણાકીય ગતિવિધી ઉપર નજર નાખતા જણાય છે કે ૨૦૨૪ના મહેસુલી વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીઓના અદાણી પોર્ટફોલિયોએ તેની મજબૂત ક્રેડિટ પ્રોફાઇલને આગળ વધારીને સંગીન નાણાકીય કામગીરી દર્શાવી હતી.
આ સમયગાળા દરમિયાન પોર્ટફોલિયો સ્તરે EBITDA રૂ. 43,688 કરોડ (USD 5.3 બિલિયન) હતો, જે વાર્ષિક ધોરણે 47% વધુ રહ્યો હતો. આ વૃદ્ધિએ પોર્ટફોલિયોના ઐતિહાસિક પાંચ-વર્ષના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 26.3%ના આંકને ઘણો પાછળ છોડી દીધો છે.
એ નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળાના EBITDAએ નાણા વર્ષ ૨૨ના ના સમગ્ર વર્ષના EBITDAને વટાવી દીધો છે. ઉપરાંત પાછલા બાર મહિનાનો EBITDA ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ના નાણાકીય વર્ષના EBITDA ની ત્રણ ગણો નજીક છે.
મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોના પ્રભાવશાળી દેખાવ આ વૃદ્ધિનું ચાલક બળ બની રહી છે. જે વાર્ષિક ધોરણે 52% વધીને રુ. 37,379 કરોડ (USD 4.5 Bn) થઈ હતી, જે કુલ EBITDAમાં 86% ફાળો આપે છે. આ વ્યવસાયોમાં (અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસ), પરિવહન (અદાણી પોર્ટ્સ) નો સમાવેશ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં પોર્ટફોલિયોના કેન્દ્રિત રોકાણને આ વિસ્તરણ પ્રતિબિંબિત કરે છે જે નોંધપાત્ર પરિણામો આપી રહ્યું છે. . ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની વિવિધ વ્યવસાયમાં વ્યૂહાત્મક આગવી શરુઆત ભારતમાં અને તેનાથી આગળ ટકાઉ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને અનુરૂપ છે.
જારી વિગતો અનુસાર અદાણી એન્ટરપ્રાઈઝીસની છત્રછાયા હેઠળ સર્વાંગી માર્ગે આગળ વધી રહેલા પોર્ટફોલિઓમાં કુલ EBITDAમાં અસ્કયામતોનો ફાળો 8% છે. ઓછી કિંમતના ગ્રીન હાઇડ્રોજન ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગના ઉભરતા વ્યવસાયે 212% વાર્ષિક આવક વૃદ્ધિ અને EBITDAની વૃધ્ધિને 10x કરી છે.. અદાણી એન્ટરપ્રાઈઝીસ હેઠળના એરપોર્ટના બિઝનેસે પ્રથમ છ મહિનામાં 29% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી, આમ આવકમાં 42% વૃદ્ધિ થઈ હતી. અંબુજા અને એસીસીના સિમેન્ટ વ્યવસાય સતત પોર્ટફોલિઓ માટે લાભદાયી પુરવાર થઇ રહયા છે. આ વ્યવસાયોનો આ સમયગાળા દરમિયાન EBITDA વાર્ષિક ધોરણે સિંગલ ડીજીટ વોલ્યુમના આધારે બે ગણાથી વધુ નોંધાયો છે.
અદાણી ગ્રીન એનર્જી હેઠળના રિન્યુએબલ બિઝનેસે વાર્ષિક ધોરણે 76% EBITDA વૃદ્ધિ નોંધાવી છે, જેણે પાછળના-બાર મહિનાના આધારે પ્રથમવાર રુ. 8,325 કરોડ (USD 1 બિલિયન)નું સિમાચિહ્નરુપ EBITDA હાંસલ કર્યો છે.
છ માસના સમય ગાળામાં સૌ પ્રથમવાર અદાણી પોર્ટ્સ અને સેઝએ ઘરઆંગણાના કાર્ગો વોલ્યુમની વૃધ્ધિ ૨૦૦ મિલિયન મેટ્રિક ટનના આકર્ષક આંકડાને વટાવી દીધી છે. ભારતમાં પોર્ટ બિઝનેસ ક્ષેત્રની આ એક યશકલગીરુપ સિધ્ધી છે.
About The Adani Portfolio
Headquartered in Ahmedabad, the Adani Portfolio is the largest and fastest-growing portfolio of diversified businesses in India with interests in Logistics (seaports, airports, logistics, shipping and rail), Resources, Power Generation and Distribution, Renewable Energy, Gas and Infrastructure, Agro (commodities, edible oil, food products, cold storage and grain silos), Real Estate, Public Transport Infrastructure, Consumer Finance and Defence, and other sectors. Adani owes its success and leadership position to its core philosophy of ‘Nation Building’ and ‘Growth with Goodness’ – a guiding principle for sustainable growth. The Group is committed to protecting the environment and improving communities through its CSR programmes based on the principles of sustainability, diversity and shared values.
