~ ઈન્ડિયા સ્કૂલ ઓફ મેરિટ એવોર્ડ્સ-2023માં AVMA દેશમાં પ્રથમ
અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરે હોલિસ્ટિક એજ્યુકેશન મામલે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ઈન્ડિયા સ્કૂલ મેરિટ એવોર્ડ્સ-2023માં અદાણી વિદ્યામંદિરને ટોચની ઉત્કૃષ્ટ શાળા તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે. CBSE પેરામીટર વાઈઝ એવોર્ડ્સમાં ‘હોલિસ્ટિક એજ્યુકેશન’ કેટેગરી –હેઠળ AVMA ને ભારતભરમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.
એજ્યુકેશન ટુડે દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં અદાણી વિદ્યામંદિર શિક્ષણ સહિતની તમામ અન્ય બાબતોમાં શ્રેષ્ઠ સાબિત થયું છે. 11મી ડિસેમ્બરે બેંગ્લોર ખાતે આયોજીત ઈન્ડિયા સ્કૂલ મેરિટ એવોર્ડ્સ 2023માં અદાણી વિદ્યામંદિરને હોલિસ્ટિક એજ્યુકેશન આપતી શ્રેષ્ઠ સ્કૂલ તરીકે નવાજવામાં આવી છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતની ટોચની શાળાઓના વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ્સ માટે પ્રાપ્ત થયેલા 1850 સર્વે ફોર્મ્સમાંથી ટોચની 400+ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. વિવિધ શાળાઓને તેમના CBSE, ICSE, આંતરરાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડ હેઠળ 15 પેરામીટર્સ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી હતી. ઇન્ડિયા સ્કૂલ મેરિટ એવોર્ડ્સ- 2023 જ્યુરી રેટિંગ, પેરેન્ટના વોટ્સ અને એજ્યુકેશન ટુડે ટીમના એનાલિસિસ (પરસેપ્શન આધારિત, સર્વે અને નોમિનેશન આધારિત) ના આધારે આપવામાં આવે છે.
જ્યુરી દ્વારા વિજેતા જાહેર કરવા માટે વિવિધ પ્રકારના પેરામીટર્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં માર્ગદર્શન, ગુણવત્તા વ્યવસ્થાપનમાં નેતૃત્વ, પેરેંટલ એંગેજમેન્ટ, ફ્યુચર-પ્રૂફ લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલ્યુ ફોર મની, કોમ્યુનિટી સર્વિસ, સર્વગ્રાહી શિક્ષણ, વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક સુખાકારી, વિદ્યાર્થીઓ પ્રત્યે વ્યક્તિગત ધ્યાન અને સંકલિત શિક્ષણ વગેરે જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતા શિક્ષા મોડેલ સાથે AVMA મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. AVMA આર્થિક પડકારોનો સામનો કરી રહેલા અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે તે આદર્શ વિદ્યામંદિર છે. હાલ શાળામાં વિજ્ઞાન, વાણિજ્ય અને હ્યુમાનીટી સ્ટ્રીમને 4 થી 12 ધોરણ સુધી ભણાવવામાં આવે છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદની પ્રથમ ખાનગી શાળા AVMA કેટલીય પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકો અને સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા પ્રયત્નશીલ છે. તાજેતરમાં વિદ્યામંદિર દ્વારા અન્નદાન મહાદાનના સુત્રને સાર્થક કરતો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. CBSE સંલગ્ન આ શાળામાં વિદ્યાર્થીઓને પરિવહન, ગણવેશ, પુસ્તકો અને ભોજનમાં પૂરક સહાય સાથે સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે. બાળકોમાં સ્વયંશિસ્ત, સ્વચ્છાગ્રહ અને નેતૃત્વના ગુણો વિકસે તેવા કાર્યક્રમો શાળામાં અવારનવાર કરવામાં આવે છે.
