પોલિયો રવિવાર અંતર્ગત કચ્છમાં ગ્રામ્ય વિસ્તારના 2,16,236 અને શહેરી વિસ્તારના 1,04,726 બાળકો મળી 3,20,962 ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન સામે ઝુંબેશ અંતર્ગત 2,54,431 બાળકોને પોલિયોના ટીપા પીવડાવી બાળ લકવાની બીમારીથી રક્ષિત કરાયા છે.આરોગ્ય
વિભાગ દ્વારા ઉભા કરાયેલા 1389 બુથ પર સવારથી વાલીઓનો ધસારો રહ્યો હતો.
ભુજમાં એસટી બસ સ્ટેશન ખાતે ઉભા કરાયેલા બુથમાં ઝુંબેશનો આરંભ સાંસદ વિનોદ
ચાવડાએ કરાવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિએ ઝુંબેશમાં કચ્છ જિલ્લો આ
કામગીરીમાં અવ્વલ નમ્બરે આવે છે,તેવી માહિતી આપી હતી.ધારાસભ્ય કેશુભાઇ પટેલે રોટરીનાં સહકારની સરાહના કરી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીએ 5500 વર્કરોએ સેવા આપી હોવાનું અને 173 મોબાઇલ બુથો કાર્યરત રહેવાની માહિતી આપી હતી.ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન
સોલંકીએ પોલિયો બુથ ખાતે બાળકોને પોલિયો ડોઝ પીવડાવ્યા હતા.તાલુકા આરોગ્ય અધિકારી
ડો. કેશવકુમાર સીંઘે કોઈ બાળકો રહી ન જાય તે જોવા અપીલ કરી હતી.
