ભારતમાં પણ માઈકોપ્લાજ્મા ન્યુમોનિયા કેસોનો રિપોર્ટ થયો હોવાનો દાવો ભ્રામક : ભારત સરકાર

છેલ્લા એક મહિનાથી નિમોનિયાના કેસોમાં આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે, તો આ રોગને કારણે હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. માઈકોપ્લાજ્મા ન્યુમોનિયા (Mycoplasma Pneumoniae) નામના રોગની અસર સૌથી વધુ બાળકો પર થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ હોસ્પિટલોમાં ઈમરજન્સી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે તેમજ ન્યુમોનિયા અને શ્વાસમાં સંક્રમણની ફરિયાદો કરી રહ્યા છે. અધિકારીઓએ તમામ લોકોને સાવધાન રહેવા તેમજ તકેદારી રાખવાની સલાહ આપી છે.

ચીનમાં ફેલાઈ રહેલા રોગ પર WHOની નજર, તમામ દેશોએ સાવધાન રહેવાની જરૂર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ચીનમાં અચાનક વધી રહેલા સંક્રમણ (China Epidemic) H9N2ના કેસો પર સતત નજર રાખી રહી છે. ડબલ્યુએચઓના અધિકારીઓ ચીનમાં સર્જાયેલી સ્થિતિ પર નજર રાખવા ઉપરાંત સતત માહિતી પણ આપતા રહે છે, ત્યારે અધિકારીઓએ સંક્રમણને વધુ ફેલાતું અટકાવવાના પ્રચારો હાથ ધરવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ચીન ઉપરાંત અન્ય દેશોએ પણ સાવધાન રહેવાની જરૂર છે.

ચીનનો ન્યુમોનિયા ભારતમાં પણ ફેલાયો ?

દરમિયાન કેટલાક રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે, ભારતમાં પણ માઈકોપ્લાજ્મા ન્યુમોનિયાના કેસોનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. ચીનમાં તાજેતરમાં જ ન્યુમોનિયાના કેસોમાં ધરખમ વધારો થયો છે. ભારતમાં પણ આ રોગની પુષ્ટી થઈ હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે, ત્યારે ચીનમાં ફેલાયેલા રોગની ભારતમાં પર એન્ટ્રી થઈ હોવાના દાવા પર ભારત સરકારે ખુલાસો કર્યો છે.

માઈકોપ્લાજ્મા ન્યુમોનિયા ભારતમાં પ્રવેશ્યો હોવાના દાવો ભ્રામક : ભારત સરકાર

ચીનની જેમ ભારતમાં પણ માઈકોપ્લાજ્મા ન્યુમોનિયાના કેસનો રિપોર્ટ નોંધાયો હોવાના દાવાને ભારત સરકારે રદીયો આપ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, આ રિપોર્ટો ભ્રામક અને ખોટા છે. પીઆઈબીએ રિલિઝમાં જણાવ્યું છે કે, દિલ્હીની એમ્સ હોસ્પિટલ (Delhi AIIMS Hospital)માં બેક્ટીરિયલ સંક્રમણના કેટલાક કેસોને ચીનના ન્યુમોનિયા રોગ સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યા છે. માઈક્રોપ્લાજ્મા ન્યુમોનિયા રોગ ન્યુમોનિયાના સામાન્ય લક્ષણોમાંથી એક છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, ચીનમાં બાળકોમાં શ્વસન સંક્રમણના કેસો નોંધાયા છે, તે કેસોનો એમ્સ દિલ્હીમાં નોંધાયેલા ન્યુમોનિયાના કેસો સાથે કોઈ સંબંધ નથી. ચીનમાં ફેલાઈ રહેલા સંક્રમણ મામલે ભારત સરકાર સાવધાન છે અને તકેદારીના તમામ પગલાઓનું ગંભીરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

Leave a comment