જી. કે.જનરલ અદાણી હોસ્પિટલ ખાતેથી ૧લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિતે લોક જાગૃતિ કેળવવા જિલ્લા એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તેમજ જી.કે તેમજ વિવિધ સંસ્થા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.રેલીનું હોસ્પિટલના બાજપેયી ગેટ પાસેથી ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેદ્ર હિરાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર.ફૂલમાલી, જિલ્લા ક્ષય અધિકારી ડો.મનોજ દવે, ડો. ટી.કે.ભાનુશાલી તેમજ માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર સહિતનાએ લીલી ઝંડી આપી હતી. રેલી કલેકટર ઓફિસ, કોર્ટ, હોસ્પિટલ રોડ થઇને પરત આવી હતી.આ રેલીમાં બી.એમ.સી.બી. અને ભુજ નર્સિંગ કોલેજની વિધાર્થિનીઓએ એઇડ્સ સામે જાગૃતિ પ્રસરાવતા સંદેશા વહેતા કર્યા હતા. નર્સિંગ કોલેજના આચાર્યા ગીતાબેન ગોર અને અંબિકા આહિરે તેમજ જી.કે.મમતા કલીનિકના કાઉન્સેલર રેખાબેન વિશ્વકર્માએ સહયોગ આપ્યો હતો.
