ભારતને સૌરઉર્જા ઉત્પાદનમાં વૈશ્વિક હબ બનાવવાના વિઝન સાથે અદાણી સોલાર અગ્રેસર

~ વિશ્વના પ્રથમ 10 GW ઈન્ટીગ્રેટેડ સૌર ઉત્પાદન ઇકોસિસ્ટમની યોજના

અદાણી સોલાર દેશને સોલાર મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાના વિઝન તરફ અગ્રેસર છે. ભારતને ઉર્જા સંક્રમણમાં વૈશ્વિક હબ બનાવવા અદાણી જૂથે મજબૂત ડોમેસ્ટિક ઇકોસિસ્ટમ વિકસાવવા તેમજ આયાત ઘટાડવા નોંધપાત્ર રોકાણો કર્યા છે. કંપની વિશ્વનું સૌપ્રથમ 10 GW ક્ષમતા ધરાવતી સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવી રહી છે. ભારતીય અને વૈશ્વિક માંગને સંતોષતા 7 GW થી વધુ મોડ્યુલોના વેચાણ બાદ  કંપનીએ ટોચના 3 સોલાર મોડ્યુલ સપ્લાયર્સમાં સ્થાન મેળવ્યું છે.

અદાણી સોલાર ઉત્તમ ક્ષમતા સાથે ભારતમાં ગ્રીન એનર્જીના વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. રહેણાંક ગ્રાહકો, વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I) સંસ્થાઓ તેમજ PM-KUSUM સેગમેન્ટ્સને આર્થિક દરે ટકાઉ સૌરઉર્જામાં સ્વિચ થવાની સુવિધા આપે છે. તો રૂફટોપ અને PM-KUSUM સેગમેન્ટમાં સૌર્વાધિક બજાર હિસ્સો ધરાવે છે.

અદાણી સોલાર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં મોડ્યુલ, સેલ્સ, ઇંન્ટીગ્રેશન, વેફર્સ, પોલિસીલિકોન, બેકશીટ, ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ્સ, જંકશન બોક્સ અને ટ્રેકર માટે વેલ્યુ-ચેઇનમાં ડીપ બેકવર્ડ વગેરે બનાવી રહી છે. જેનાથી વૈશ્વિક સોલાર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતની સ્થિતિને વેગ મળી રહ્યો છે. કંપની ગુજરાતના મુન્દ્રામાં 10 GW ની ક્ષમતા ધરાવતી વિશ્વની પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવી રહી છે. જે ગ્રૂપનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ સેટઅપ હશે અને હજારો ગ્રીન જોબ્સનું સર્જન કરશે.

ભારતની સૌથી મોટી સોલાર પેનલ નિકાસકાર અદાણી સોલાર પાસે 3,000 મેગાવોટથી વધુની નિકાસનો ઓર્ડર પહેલેથી જ બુક છે. ક્ષમતા વિસ્તરણની દ્રષ્ટિએ તે સૌથી ઝડપથી વિકસતી સૌર ઉત્પાદક કંપનીઓમાંની એક બની છે. વળી વેપાર ફાઇનાન્સ દ્વારા બાર્કલેઝ પીએલસી અને ડોઇશ બેંક્સ એજી પાસેથી સોલર મેન્યુફેક્ચરિંગ માટે USD 394 મિલિયન એકત્ર કર્યા છે.

અદાણી સોલારે દેશના 3,500 જેટલા નગરોના રિટેલ માર્કેટમાં સોલાર પેનલનું વિતરણ ઝડપથી વિસ્તાર્યું છે. વૈશ્વિક સૌર સપ્લાય ચેઈનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા કંપની ભારતની આયાત નિર્ભરતા ઘટાડવા કાર્યશીલ છે. ભારતમાં ઇન્ગોટ-વેફરની પાયલોટ લાઇન ધરાવતો એકમાત્ર સ્થાનિક સોલાર પ્લેયર છે.  

અદાણી ગ્રૂપ ગુજરાતના કચ્છમાં આવેલા ખાવડાના રણમાં ભારતનો સૌથી મોટો આગામી હાઇબ્રિડ (સૌર અને પવન) રિન્યુએબલ એનર્જી પાર્ક (20 GW) પણ બનાવી રહ્યું છે. જેમાં વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગની ક્ષમતા 5 GW સુધી વિસ્તરણ કરવામાં આવશે.

બિન-પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટે રાજસ્થાન સરકારની નોડલ એજન્સી RRECL સાથે તબક્કાવાર 10,000 મેગાવોટની સંચિત ક્ષમતા સાથે સોલાર પાર્ક વિકસાવવા કરાર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાના ભાગરૂપે અદાણી રિન્યુએબલ એનર્જી પાર્ક રાજસ્થાન લિમિટેડ (AREPRL) ભાડલા, જોધપુરમાં 500 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક અને ફતેહગઢ, જેસલમેરમાં 1,500 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક વિકસાવી રહી છે.

અદાણી ગ્રુપ દ્વારા તમિલનાડુના કામુથી ખાતે વિશ્વના સૌથી મોટા સિંગલ લોકેશન સોલાર પાવર પ્રોજેક્ટમાંનો એક, લગભગ રૂ. 45.5 બિલિયનના રોકાણ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. 2,500 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો આ સોલાર પ્રોજેક્ટ લગભગ 950 ઓલિમ્પિક-કદના ફૂટબોલ મેદાનોની સમકક્ષ છે. માત્ર આઠ મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવેલ કામુથી પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ટેન્ટ્રાન્સકોના 400 kV સબસ્ટેશન સાથે જોડાયેલ છે, જે 265,000 ઘરોને સ્વચ્છ વીજ પુરવઠો પૂરો પાડે છે.

2016 માં અદાણી સોલારે 1.2 GW સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કર્યું હતું. 6 વર્ષથી ઓછા સમયગાળામાં કંપનીએ ઉત્પાદન ક્ષમતાના ત્રણ ગણાથી વધુ 4 GW સેલ અને મોડ્યુલ બનાવ્યા છે. ભારતમાં બાયફેસિયલ સેલ્સનું પ્રથમ અને સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની છે.

અદ્યતન ટેક્નોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અમલીકરણમાં મોખરે અદાણી સોલારે શરૂઆતથી જ સ્થાનિક સોલાર પીવી ઉદ્યોગને સ્કેલ અને ટેક્નોલોજી બંને દ્રષ્ટિએ લીડ કરી રહી છે. છે. અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ અને ISC, UNSW, PI બર્લિન, Fraunhofer, PVEL જેવી સર્ટિફિકેશન લેબોરેટરીઓ સાથે કંપનીના જોડાણે તેની ટેક્નોલોજી કૌશલ્યને મજબૂત બનાવવામાં મદદ કરી છે.

સૌર ઉત્પાદન માટે સંકલિત ઇકોસિસ્ટમ ઉપરાંત અદાણી જૂથ ખાતે જ તેની વિન્ડ ટર્બાઇન ઉત્પાદન ક્ષમતા વર્તમાન 1.5GW થી 5GW સુધી વિસ્તારવા ઝડપથી આગળ વધી રહી છે. કંપની રિન્યુએબલ ફાર્મ પ્રોજેક્ટ્સના વિકાસ, નિર્માણ, માલિકી, સંચાલન અને જાળવણી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ તેમજ સરકાર અધિકૃત કોર્પોરેશનોને વીજળીનું વેચાણ પણ કરે છે. વિન્ડ પ્રોજેક્ટના વિકાસ માટે કંપનીએ પહેલાથી જ દેશમાં સંસાધનો સમૃદ્ધ વિસ્તારોમાં ઇન્સ્ટોલ કર્યા છે.  

અદાણી જૂથ ભવિષ્યમાં સ્વચ્છ ઉર્જા પ્રાપ્તિ માટે ગ્રીન એનર્જી ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેના ભાગરૂપે મુન્દ્રા પ્લાન્ટ ખાતે વર્ષ 2027 સુધીમાં સોલાર મેન્યુફેક્ચરિંગની ક્ષમતા 10 ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

ભારતના કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનનો ગુજરાત આશરે 13 ટકા હિસ્સો ધરાવે છે. 30GW ની નિર્માણ ક્ષમતા સાથે રાજ્ય રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વિકાસની અદ્દભૂત તકો ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાતમાં 635 MW ના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટસ કાર્યરત કર્યા છે, જ્યારે 4,730 MW ના પ્રોજેક્ટસ અમલીકરણ હેઠળ છે.

અદાણી ગ્રૂપની લિસ્ટેડ રિન્યુએબલ એનર્જી જનરેશન એન્ટિટી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ની સફળતા બાદ અદાણી એન્ટરપ્રાઈઝ (AEL) એ 2015થીઅદાણી સોલાર સોલર પીવી મેન્યુફેક્ચરિંગને લાઇન અપ અને ઇન્ક્યુબેટિંગમાં આગળ વધી રહ્યા છે.

માર્ચ 2014માં ભારતે સૌર ઉર્જા ઉત્પાદન 2.63 GW થી વધારીને જુલાઈ 2023 માં 71.10 GW કર્યું છે. આવી સ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાના આશયથી PLI યોજના અને અન્ય ઘણી પ્રોત્સાહક યોજનાઓ દ્વારા સૌર ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહનો પણ મળ્યા છે.

ચીન જેવા દેશની વાત કરીએ તો, સૌર ઉત્પાદન એકમ મોટા પાયે હોવા છતાં ચાઈનામાં એક કંપની હેઠળ 20-40 ગીગાવોટ અથવા તેનાથી પણ વધુ સોલાર ઉત્પાદન ક્ષમતા થઈ શકે છે પરંતુ તે સપ્લાય ચેઇનના માત્ર એક જ ભાગ પર કેન્દ્રિત રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ચીનમાં કોઈ કંપની વેફર્સ બનાવતી હોય તો તે માત્ર 100GW વેફર્સ બનાવશે. બીજી કંપની માત્ર 50GW પોલિસીલિકોન બનાવશે અને ત્રીજી કંપની 50GW સેલ મેન્યુફેક્ચરિંગ કરશે. આમ ચાઇના પાસે મેન્યુફેક્ચરિંગ સ્કેલ તો છે પરંતુ એક જ કંપની હેઠળ ભૌગોલિક રીતે સંકલિત ઇકોસિસ્ટમનો અભાવ છે. જે ભારતમાં ઈન્ટીગ્રેટેડ સોલાર ઈકોસિસ્ટમ બનાવવાથી સરળ બની રહ્યું છે.

અદાણી સોલાર પાસે મોડ્યુલ માટે કાચ જેવી આનુષંગિક સામગ્રી એક જ સ્થાને ઉત્પાદિત થઈ રહી હોવાથી

પરિવહન ખર્ચ નીચો લાવવામા મદદ મળે છે. વળી મુન્દ્રા પાવર પ્લાન્ટ નજીક હોવાથી 24×7 અનઈન્ટરપ્ટેડ વીજળીનો પુરવઠે બારેમાસ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, પોલિસિલિકોન, ઇંગોટ્સ અને વેફરના ઉત્પાદન માટે વીજળીની ખૂબ જ જરૂર પડે છે.

સૌથી મહત્વની બાબત તો એ છે કે, અદાણી સોલાર કંપની યુનિટ નજીક જ વૈશ્વિક સુવિધાઓ અને કનેક્ટીવીટી ધરાવતું મુન્દ્રા બંદર આવેલું છે. જે સમય બચત સાથે લોજીસ્ટિક્સ તેમજ માલ-સામાનની આયાત-નિકાસમાં ખૂબ જ મદદરૂપ અને ઉપયોગી બને છે. દેશમાં પણ માલસમાનની અવરજવર માટે જળમાર્ગના ઉપયોગથી લોજિસ્ટિક ખર્ચના બોજમાં ઘટાડો થવાની સાથોસાથ દરિયાઈ અર્થતંત્રથી દેશને ફાયદો થાય છે.

સોલાર પાર્ટ્સ માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવા માટે કેપેક્સની વાત કરીએ તો, તેમાં લગભગ રૂ. 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં મૂડીરોકાણમાં વધારો થવાની પુરતી સંભાવના છે. આરઈસી અને પીએફસી જેવી સંસ્થાઓ સોલાર ડોમેન અથવા રિન્યુએબલ ડોમેનમાં આ પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે નોડલ એજન્સીઓ છે.  

એકંદરે અદાણી સોલારની વૃદ્ધિનો સ્કેલ, ઝડપ અને ટકાઉ નફાકારકતા જોઈએ તો, તેને સૌર ઉત્પાદન ક્ષેત્રે ગ્લોબલ હબ બનવા તરફનું ભારતનું પ્રયાણ માનવામાં આવે છે.

Leave a comment