મોદી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય

– કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને મંજૂરી આપી

– વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ માટે વધારવાનો નિર્ણય લેવાયો

પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને મંજૂરી

અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજના મંજૂર કરી. આ સાથે જ ખેતીના ઉપયોગ માટે ખેડૂતોને 2023-24 થી 2025-2026 દરમિયાન 15,000 પસંદગીની મહિલાઓને ડ્રોન આપવામાં આવશે.

વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવાઈ

આ સાથે તેમણે જણાવ્યું કે ગત પાંચ વર્ષોમાં આશરે 13.50 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ માટે વધારવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી 81 કરોડ લોકોને લાભ મળશે. તેના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂ. ખર્ચ કરશે.

Leave a comment