અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી

– ભારતે અમેરિકા પાસેથી મળેલા આ ઈનપુટ પર તાત્કાલિક કાર્યવાહી કરતા તેનો સામનો કરવા માટે હાઈ-લેવલ તપાસ કમિટીનું કર્યું ગઠન

અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા આનપુટ પર તાત્કાલિક કાર્યવાહી કરતા તેનો સામનો કરવા માટે એક હાઈ-લેવલ તપાસ કમિટીનું ગઠન કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે તેની જાણકારી આપી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત-અમેરિકા સુરક્ષાના મુદ્દે સાથે આવ્યા છે.

અમેરિકી સરકાર તરફથી ગુનેગારોની સાંઠગાંઠના ઈનપુટ એવા સમયે આપવામાં આવ્યા જ્યારે ફાઈનાન્સિયલ ટાઈમ્સની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સીખ અલગાવવાદી ગુરુપતવંત સિંહ પન્નૂની અમેરિકી ધરતી પર હત્યાના ષડયંત્રને અમેરિકી અધિકારીઓએ નિષ્ફળ બનાવી દીધું. પન્નુ અમેરિકા અને ભારતમાં બેસીને ભારત વિરુદ્ધ અલગતાવાદી પ્રવૃત્તિઓને ઓપરેટ કરે છે. તે સીખ ફોર જસ્ટિસ નામના અલગતાવાદી સંગઠનના ચીફ પણ છે.

ઈનપુટ પર એક્શન લેવાની થઈ વાત

ગત અઠવાડિયે આવેલી ન્યૂઝ રિપોર્ટ પર ભારત દ્વારા પહેલી વખત જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારત-અમેરિકા સુરક્ષા સહયોગ પર તાજેતરની ચર્ચા દરમિયાન અમેરિકી અધિકારીઓએ સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો, આતંકવાદીઓ અને અન્ય લોકો વચ્ચે સાંઠગાંઠ સાથે સબંધિત કેટલાક ઈનપુટ શેર કર્યા છે. આ ઈનપુટ બંને દેશો માટે ચિંતાનું કારણ છે અને બંને દેશોએ આ અંગે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.

Leave a comment