– 25મી વર્ષગાંઠની યાદમાં વૈશ્વિક સહયોગ માટે પોર્ટની પ્રતિબદ્ધતા
દેશના સૌથી મોટા બંદર અને મુખ્ય દરિયાઈ પ્રવેશદ્વાર ગણાતા અદાણી મુંદ્રા પોર્ટ દ્વારા એન્યુઅલ ટ્રેડ મીટ-2023નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવારે ગાંધીધામ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉદ્યોગજગતની જાણીતી હસ્તિઓ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક વેપાર સભામાં ટ્રેડ્સમાં અસામાન્ય વૃદ્ધિ, નવીનતા અને ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સભામાં વ્યાપારી મિત્રો-સંગઠનો અને એજન્સીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
અદાણી મુન્દ્રા બંદરે આર્થિક લેન્ડસ્કેપને આકાર આપવામાં, વેપારને સરળ બનાવવા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાર્ષિક વ્યાપાર સભા પોર્ટના હિસ્સેદારો, વ્યવસાયિક ભાગીદારો, ઔદ્યોગિક નિષ્ણાતો અને પ્રતિનિધિઓને સહિયારા વિઝન સાથે એક પ્લેટફોર્મ પર લાવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વેપાર અને આર્થિક વિકાસમાં બંદરની ભૂમિકાને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાનો છે.
APSEZ મુન્દ્રા અને તુણા પોર્ટ્સના સીઈઓ સુજલ શાહે જણાવ્યું હતું કે “આ સમારંભ એક ઉજવણી માત્ર નથી, પરંતુ દરિયાઈ વેપારમાં મુન્દ્રા પોર્ટની શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસનું પ્રમાણ છે. અમારો ઉદ્દેશ્ય સતત વિકસતી આર્થિક વ્યવસ્થામાં અનુકૂલન અને સમૃદ્ધિ સાથે પોર્ટની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો છે. ભૂતકાળની સિદ્ધિઓથી ભવિષ્યની ક્ષિતિજો વિસ્તારવાની આ અમૂલ્ય તક છે. 25મી વર્ષગાંઠની યાદમાં મુન્દ્રા પોર્ટ સતત નવીનતા, ટકાઉપણું અને વૈશ્વિક દરિયાઈ વેપારમાં સહયોગ માટેની પ્રતિબદ્ધતાનું વચન આપે છે.”
આ ટ્રેડ મીટમાં મુંદ્રા પોર્ટ શીપીંગ એજન્ટ એસો. સાથે વાર્તાલાપ કરી તેમની વ્યાપારિક આવશ્યકતાઓ અને મુંઝવતા પ્રશ્નોનો સરળ ઉકેલ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત અતિથિગણને સ્મૃતિચિહ્નથી નવાજવામાં આવ્યા હતા.
છેલ્લાં 25 વર્ષોમાં અદાણી મુન્દ્રા બંદરે વૈશ્વિક વાણિજ્યની સ્થિતીને સફળતાપૂર્વક નેવિગેટ કરી ઉભારી છે. પરિણામે તે સાધારણ બંદરથી આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારના મોખરાના આધુનિક બંદર તરીકે વિકસ્યું છે. મુંદ્રા બંદરના વ્યૂહાત્મક સ્થાન, અત્યાધુનિક સુવિધાઓ અને કાર્યક્ષમતાએ તેને સતત નવી ઊંચાઈઓએ પહોંચાડ્યું છે. જે દેશની GDPમાં મુહત્વપૂર્ણ ફાળો આપનાર બંદર તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.
સૌપ્રથમ વાર્ષિક વ્યાપાર સભાનું આયોજન વર્ષ 2011 માં કરવામાં આવ્યું હતું. ત્યારથી વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા તેમજ વેપારવિશ્વની અપેક્ષાઓ સમજવા દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે.
