કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ સીધુ કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલું છે. આ સકુંલના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્યો કરાયા હોવાની લાગણી સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં વ્યકત કરી હતી. આ વેળાએ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરાઈ હતી. સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે તુંણા પોર્ટના મહત્વાકાંક્ષી પ્રકલ્પને મંજુરી આપવામાં આવી. તેના થકી સંકુલમાં નવી રોજગારીનુ સર્જન થશે.
આપણે જે આંબેડકર ભવનમાં બેઠા છીએ તેને બનાવવા માટે વડાપ્રધાન દ્વારા ગાંધીધામ માટે 41 કરોડ મંજુર કર્યા અને સંકુલને અદ્યતન આંબેડકર કોન્વેનશન સેન્ટરની ભેટ મળી. ગાંધીધામને વધુ રેલ અને એર કનેકટીવીટી અપાવી અને ભવિષ્યમાં પણ વધુ લાભ મળે ત ઁ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશિલ રહેશે તેવી ખાત્રી આપી હતી. તેમણે કહ્યું હતુ કે ભાજપે વિકાસની રાજનીતી કરી છે જયારે વિપક્ષે પરિવારવાદની રાજનીતી કરી હોવાનું કહ્યં હતું.
કેન્દ્ર સરકારની સિધ્ધીઓને વર્ણવી આગામી 2024માં ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ઉપસ્થિત સૌ કોઈને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યુyં હતું કે. ઓસ્લો ઓવરબ્રીજનું કામ પુર્ણતા તરફ છે. રાજવી ઓવર બ્રીજનું તુરંતમાં જ ખાતમુહુર્ત કરાશે. શહેરની ગટર સમસ્યા અને પાણીની સમસ્યાનિવારવા હાથ ધરાયેલા પ્રકલ્પ વિશ તેમણ માહિતી આપી હતી. તેમણે સંકુલની ખુટતી કડી પુરવા માટે પરિવારની જેમ સાથે રહીને કામ કરવાની નેમ વ્યકત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 2024માં વધુ મજબુતાઈ સાથે બેસાડવા અપીલ કરી હતી. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગીક વકતવ્ય આપ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે ભારતીય જનતા પાર્ટી ની સરકાર નાના માં નાના માણસ ની પણ ચિંતા કરતી હોવાનું અને રાજ્યના છેવાડાનાં વિસ્તારનો વિકાસ ઝડપથી કઈ રીતે થાય તે બાબતે પણ પ્રતિબદ્ધ છે. પદાધિકારીઓ અને કાર્યકરો એકજુટ થઈને આવનારા સમયમાં કાર્ય કરે અને સર્વાંગીક વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
પંચમુખી હનુમાન નાં સંત પ્રકાશદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ ધીરજ દાદાએ આશિર્વચન પાઠવ્યા હતાં. આ પ્રસંગે, રાપર નાં ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજા, અબડાસા નાં ધારાસભ્ય પ્રધ્યુમનાસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી નાં ધારાસભ્ય અનિરુધ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, વિધાનસભા પૂર્વ અધ્યક્ષા શ્રી નિમાબેન આચાર્ય, પૂર્વ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી જીવાભાઈ સેઠ (આહીર), પારૂલબેન કારા, મોગલધામ નાં મહંત સામત બાપુ,, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિનાં ચેર પર્સન કુવરબેન પ્રકાશ મહેશ્વરી, કેશવજી રોશીયા, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ગુજરીયા, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, ભચાઉ ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોષી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજશભાઇ શેઠ, ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેન એ.કે.સિંઘ, ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકાનાં પદાધિકારીઓ, નગરસેવકો ભાજપનાં જિલ્લા, તાલુકા, તથા શહેર સ્તરના પદાધિકારીઓ, કાર્યકરો,, નંદુભાઈ ગોયલ, દિનેશભાઈ ગુપ્તા, સુરેશભાઈ ગુપ્તા, રામજીભાઈ ધેડા, જખુભાઈ મોથરિયા, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન મોમાયાભા ગઢવી, વિકાસ રાજગોરે સંભાળ્યું હતું.
