માકપટમાં ઠંડી વર્તાતાં હવે શિયાળુ પાકની તૈયારીઓ

નખત્રાણા તાલુકાના માકપટમાં છેલ્લા એક માસથી સતત ઊંચા તાપમાનથી વિષમ વાતાવરણના કારણે શિયાળુ પાકના વાવેતર માટે પ્રતિકૂળ હવામાનના કારણે વિલંબમાં પડેલું વાવેતરકાર્ય છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી વર્તાવવાથી વાડીઓના ઠામમાં શિયાળુ વાવેતર માટે ઘઉં, રાયડો, ઇસબગૂલ, ઘાસચારા માટે રજકો, ગાજર સહિતની પેદાશી વસ્તુઓ માટે કોરવાણ તથા વાવેતરની તૈયારીમાં ખેડૂતો જોતરાયા છે.

ગત જૂન માસમાં કપાસનું મોટાપાયે વાવેતર થતાં પ્રથમ અતિવૃષ્ટિના કારણે છોડોનાં બાળમરણ બાદ કપાસના પાકના મધ્યાંતરે વિષમ વાતાવરણ ઉપરાંત નબળા બિયારણના કારણે સૂકારો આવતાં ઘણખરા કપાસના થયેલા વાવેતર નિષ્ફળ જવાના કારણે ખેડૂતો જમીનને ખેડી ખાલી થયેલી જમીનમાં શિયાળુ પાકનું નવેસરથી વાવેતર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકના ઉતારામાં સહેલા પડતા એગમાર્કના સરકારી પ્રમાણપત્ર યુક્ત ઘઉં, રાયડો, ઇસબગૂલ સહિત બિયારણોની ખરીદી માટે બિયારણ વિતરકો પાસે ગ્રાહકીનું પ્રમાણ હોવાનું નખત્રાણાના બિયારણના વિક્રેતા હિંમતભાઇએ જણાવ્યું હતું તેમજ ઘઉંના ઊંચા ભાવના કારણે તેના વાવેતર માટે ખેડૂતો ઘઉંના બીજની ખરીદી વધુ કરી રહ્યા છે.

Leave a comment