ફાઈનલ મેચ દરમિયાન મોદી સ્ટેડિયમથી બંને ટીમનોની હોટેલ સુધીના રૂટ પરથી કોર્પોરેશને સવારથી રાત સુધીમાં 350 ટન કચરો તરત ઉપાડી લઈ સ્વચ્છ અમદાવાદનો મેસેજ આપ્યો હતો. સ્ટેડિયમ બહાર પણ 567 સફાઈકર્મી મૂકવામાં આવેલા હતા. એક્શન પ્લાનના ભાગરૂપે કચરો પડે કે તરત ઉપાડી લેવામાં આવતો હતો.
કચરો ઉપાડવા માટે નાની ઈલેક્ટ્રિક રિક્ષા મૂકવામાં આવી હતી. મેચ પૂરી થયાના ગણતરીના સમયમાં સ્ટેડિયમની પણ સફાઈ થઈ ગઈ હતી. મ્યુનિ.એ એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના વૃક્ષો પર પાણીનો છંટકાવ કરી પાંદડાં પરની ધૂળ દૂર કરી નાખી હતી.
મ્યુનિ.ના સફાઈ કર્મચારીઓ બાઈક પર ફરતા હતા અને કોઈપણ સ્થળે પ્લાસ્ટિક કે અન્ય કચરો દેખાય તો તરત ઉપાડી લેતા હતા. મ્યુનિ.ના આ એક્શન પ્લાને સ્વચ્છ અમદાવાદનો મેસેજ બરાબર પાઠવ્યો હતો.
