ભારતની યજમાની હેઠળ બીજી વખત વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલન આજથી શરૂ

ભારતની યજમાની હેઠળ બીજી વખત વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલન (Voice of the Global South Conference)ની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાંત આ વર્ષે જ G20માં આફ્રિકી સંઘની સભ્ય તરીકે એન્ટ્રી થઈ છે, ત્યારે આ સંમેલન ભારત માટે ખુબ જ મહત્વનું છે. ઉપરાંત ગ્લોબલ સાઉથમાં પણ ચીનની અધોગતિ શરૂ થવાની સાથે ભારતનો દબદબો વધી રહ્યો છે. ગ્લોબલ સાઉથ સાથે સંકળાયેલા ઘણા દેશો ભારત તરફી વેપારી મીટ માંડીને બેઠા છે. તો છેલ્લા ઘણા વર્ષોમાં ભારતના આમાના ઘણા દેશો સાથે સારા સંબંધો વિકસીત થયા છે, જેના કારણે આગામી સમયમાં આ દેશો ભારત માટે ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ સંમેલનનાં વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારતનો વધતો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે વૈશ્વિક દક્ષિણ દેશો વચ્ચે ચીનની અધોગતિની શરૂઆત થઈ ગઈ છે. ઉપરાંત ભારત આ દેશોમાંથી પોતાના નવા મિત્રો પણ તૈયાર કરી રહ્યું છે.

સંમેલનમાં કુલ 10 સત્રો યોજાશે

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આજે વર્ચુઅલ સંમેલન શરૂ થઈ ગઈ છે. આ સંમેલનમાં કુલ 10 સત્રો યોજાશે. આ સત્રમાં મુખ્યત્વે વિદેશ (2 સત્ર) મંત્રાલય, શિક્ષણ, નાણાં, પર્યાવરણ, ઉર્જા, આરોગ્ય તથા મંત્રલાયોના મંત્રીઓ ભાગ લેશે. સંમેલમાં 100થી વધુ દેશો ભાગ લે તેવી સંભાવના છે. સગભગ 125 જેટલા દેશોના આમંત્રણ પાઠવાયું છે.

ગ્લોબલ સાઉથમાં ચીન સહિત કુલ 78 દેશો

આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ સંમેલનમાં 120 દેશોને આમંત્રણ પાઠવાયું હતું, જેમાં મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. વૈશ્વિક દક્ષિણ દેશો તરફથી આફ્રિકા, લેટીન અમેરિકા અને કેરેબિયન દેશો સામેલ છે. આમંત્રિતોમાં 54 આફ્રિકી દેશ, 33 લેટીન અમેરિકા દેશ અને 13 કેરેબિયાઈ દેશો સામેલ છે. ઉપરાંત કેટલાક એશિયાઈ તેમજ આસિયાન દેશો પણ સામેલ છે. ગ્લોબલ સાઉથમાં ચીન સહિત કુલ 78 દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી ઘણા દેશો ભારત તરફ વેપારી મીટ માંડીને બેઠા છે, તો ઘણા દેશો સાથે ભારતના ખુબ જ સારા સંબંધો છે.

ભારતનો દબદબો વધ્યો

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જે રીતે ભારતે ગ્લોબલ સાઉથ દેશોને ઘણા વર્ષોથી નેતૃત્વ પુરુ પાડ્યું છે અને G20માં પણ આ દેશોના મુદ્દાઓને ઉઠાવ્યા તેમજ આફ્રિકી સંઘને પણ સભ્ય બનાવ્યું, આ તમામ બાબતોના કારણે ભારતનો વિશ્વમાં દબદબો વધ્યો છે અને આ બાબત ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારો તેમજ સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યની દાવેદારી મામલે પણ ખુબ મહત્વની છે. આ દેશોની સંખ્યા વધુ હોવાથી તેઓ ભારતનું સમર્થન કરી શકે છે. ઉપરાંત ભારત નાના દેશો સાથે વેપારી સંબંધો પણ સતત વિકસાવી રહ્યું છે.

Leave a comment