જી. કે. જન. અદાણી હોસ્પિ.ના મેડીસીન વિભાગે  સીઝનલ રોગથી બચવા સૂચવ્યા સુરક્ષા કવચરૂપી પગલાં

સપ્ટે.અને ઓકટો. માં વાતાવરણ ભેજવાળું હોવાથી વાયરસ, મચ્છરજન્ય અને બેકટેરિયાનો ઉપદ્રવ વધી જવાથી સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે,ત્યારે આ ઋતુમાં સ્વસ્થ લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ વર્તમાન સમયગાળાની બીમારી સામે કવચનું કામ કરે છે.

જી.કે.જન. અદાણી હોસ્પિટલના મેડીસીન વિભાગના ડૉ.યેશા ચૌહાણ અને ડો.જયંતિ સથવારાના જણાવ્યા પ્રમાણે આ ઋતુમાં ડેન્ગ્યુ – મેલેરિયા મોઢું ફાળે છે. આ સમયમાં મચ્છરોની પ્રજનન ક્ષમતા વધે છે.તેથી તેના સામે એલર્ટ રહેવું જરૂરી હોતા પાણીને ઢાંકીને રાખવું,ઘરની આસપાસ પાણી જમા ન થાય તે જોવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેમજ લાંબી બાંયવાળા શર્ટ અને પેન્ટ પહેરવા સાથે તંદુરસ્ત દિનચર્યા પણ જરૂરી છે.

ભેજને કારણે પેટ બગડે છે.ડાયેરિયા પણ થઈ શકે. શરીરમાં પાણી અને સોડિયમ ઓછું થઈ જતું. હોવાથી પર્યાપ્ત પાણી પીવું,શાકભાજી લેવા પણ પાંદડાવાળા વેજીટેબલથી દૂર રહેવું. દમનો રોગ પણ આ દિવસોમાં ફુંફાડો મારે છે.આ મોસમમાં પરાગકણ વધુ ફેલાતા હોવા ઉપરાંત ડસ્ટને કારણે માસ્ક પહેરવું તેમજ એલર્જી હોય એવી ચીજવસ્તુથી દૂર રહેવું.

આ ઉપરાંત યુટિઆઈ એટલેકે, યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કે જેમાં બેક્ટેરિયા યુરિન પ્રણાલી ઉપર અસર કરે છે.કોમન બાથરૂમનો ઉપયોગ કરાતો હોય તો સફાઈનું ધ્યાન રાખવું તેમજ પેશાબ રોકવો નહીં.

પાણીને કારણે કમળો પણ થઈ શકે છે.જેનાથી આંખ અને નખ પીળા પડી જાય છે.આવા સંજોગોમાં બહારનું ખાવાનું બંધ કરી દેવું,વધુ સમયથી સમારી રાખેલા ફળ ખાવાનું ટાળવું અને ભોજન ઢાંકીને રાખવા.

ખાસતો આ દિવસોમાં જીવનશૈલી સક્રિય બનાવવી જોઈએ. ફસ્ટફૂડ અને બહારના ખોરાકથી દૂર રહેવું.ગરમ ખોરાક લેવો. ભોજનમાં વિટામિન, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય તેવો સંતુલન ખોરાક લેવો.ઉપરાંત વોકિંગ કરવું,મહિલાઓ ઘરના કામને જ કસરત માનવને બદલે જરૂરી એક્સરસાઇઝ,યોગ અને પ્રાણાયામ કરવા.

આવી કોઇપણ બીમારી થાય તો જાતે દવા લેવાનું ટાળવું અને તબીબનો સંપર્ક કરવો….આ તમામ રોગમાં હાલે નોંધપાત્ર પ્રમાણમાં વધારો જોવા મળે છે.

Leave a comment