અદાણી વિન્ડ ભારતમાં સૌથી વધુ ક્ષમતા ધરાવતી વિન્ડ ટર્બાઇન જનરેટર

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના વિન્ડ એનર્જી સોલ્યુશન્સ ડિવિઝન અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 મેગાવોટ વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) ને ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા પ્રસિદ્ધ રિવાઈઝ્ડ લીસ્ટ ઓફ મોડલ્સ અને મેન્યુફેક્ચરર્સ (RLMM) ની યાદીમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે. આ સૂચિ દર્શાવે છે કે અદાણી વિન્ડનું 5.2 MW WTG હવે વ્યવસાયિક રીતે ઉપલબ્ધ છે.

અદાણી વિન્ડની 5.2 MW WTG એ RLMMમાં ભારતની સૌથી વધુ ક્ષમતા ધરાવતી તટવર્તી વિન્ડ ટર્બાઇન છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી ઓનશોર WTG છે. ઉચ્ચ ઉર્જા ઉત્પાદન અને ઊર્જા ઉપજના દર (LCOE)ને નીચે લાવવા બનાવાયેલ ટર્બાઇન 160 મીટરનો રોટર વ્યાસ અને 200 મીટરની ટોચની ઊંચાઈ ધરાવે છે. તેને W2E (વિન્ડ ટુ એનર્જી), જર્મન ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે અને વિન્ડ ટર્બાઇન માટે સ્વતંત્ર સર્ટિફિકેશન સંસ્થા વિન્ડગાર્ડ GmbH દ્વારા પ્રમાણિત છે.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ના ડિરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે, “અમે MNRE અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી (NIWE) નો આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા બદલ આભાર માનીએ છીએ. અમારા 5.2 MW પ્લેટફોર્મનું RLMM લિસ્ટિંગ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે ગેમ ચેન્જર છે અને અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ છે. આત્મનિર્ભર ભારતના વિઝન અને 2030 સુધીમાં 140 GW પવન ઊર્જાના લક્ષ્યાંકને અનુરૂપ અમે નજીકના ભવિષ્યમાં અમારી ઉત્પાદન ક્ષમતાને 5 GW સુધી વધારવાની યોજના બનાવીએ છીએ. નેટ-ઝીરો પાથવે ધરાવતા વૈશ્વિક અર્થતંત્રોને અનુરૂપ સપ્લાય ચેઇન વિવિધતાને પ્રાથમિકતા આપે છે. ઊર્જા સુરક્ષા, પવન ઊર્જા અને ઊર્જા સંક્રમણને સક્ષમ કરવામાં તે નોંધપાત્ર ભૂમિકા ભજવશે. વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ એ તેની પ્રમુખ પ્રાથમિકતા છે.

વૈશ્વિક અર્થતંત્રો નેટ-ઝીરો પાથવે અપનાવે છે, સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ અને ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, ઊર્જા સંક્રમણને સક્ષમ કરવામાં પવન ઊર્જા નોંધપાત્ર ભૂમિકા ભજવશે. તેનાથી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભૂમિકામાં વધારો થયો છે અને ભારતમાં બનેલી WTGsની માંગમાં વધારો થશે. શ્રેષ્ઠ ટેક્નોલોજી અને મુન્દ્રા પોર્ટ નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત ઈન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ સાથે અદાણી વિન્ડ ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તકોનો લાભ ઉઠાવવા સારી સ્થિતિમાં છે.”

અદાણી વિન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “RLMM લિસ્ટિંગમાં અમારો સમાવેશ એ અમારી ટીમની સખત મહેનત અને ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી નેક્સ્ટ જનરેશન WTGs વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પુરાવો છે. ઉચ્ચતમ ક્ષમતા ધરાવતી WTG હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે અને તે બહેતર કાર્યક્ષમતા અને પ્રદર્શન પ્રદાન કરશે. આ લિસ્ટિંગ ભારતની વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની અમારી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે તેમજ અગાઉ પવન ઊર્જાના ઉપયોગ માટે અયોગ્ય ગણાતી સાઇટ્સને અનલૉક કરે છે.”

અદાણી વિન્ડ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં રાષ્ટ્રની પંચામૃત વ્યૂહરચનામાં ભાગીદાર બનવા પ્રતિબદ્ધ છે.

અદાણી વિન્ડ વિશે

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) નો પવન ઊર્જા ઉકેલ વિભાગ અદાણી વિન્ડ, વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઊર્જા સંક્રમણને સક્ષમ કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની પાસે ગુજરાતના મુન્દ્રા ખાતે વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTG) માટે સંકલિત ઉત્પાદન ઇકોસિસ્ટમ છે. બ્લેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ અને નેસેલ અને હબ એસેમ્બલી યુનિટ, જે મુંદ્રા પોર્ટની નજીક સ્થિત અદાણી વિન્ડ વ્યૂહાત્મક રીતે અદાણી વિન્ડને કાર્યક્ષમ અને ખર્ચ અસરકારક એમ બંનેનો લાભ આપે છે.

અદાણી વિન્ડ અગ્રણી વૈશ્વિક વિન્ડ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) બનવાની ખેવના રાખે છે અને મુંદ્રા સુવિધાને 5 GW સુધી વધારી રહી છે. ઇન-હાઉસ R&D ટીમ અને અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે ટેક્નોલોજી સહયોગ દ્વારા અદાણી વિન્ડ ટેક્નોલોજી અદ્યતન નેક્સ્ટ જનરેશન ટર્બાઇન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અદાણી વિન્ડ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં તમામ વિન્ડ એનર્જી માટે યોગ્ય વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો વિસ્તારી અને બનાવી રહી છે. કંપનીએ 5.2 મેગાવોટની રેટેડ ક્ષમતા અને 160 મીટરના રોટર વ્યાસ સાથે વિશ્વનું સૌથી શક્તિશાળી WTG વિકસાવ્યું છે. અદાણી વિન્ડ સ્વચ્છ અને હરિયાળી પૃથ્વી માટે પવન ઉર્જા ઉકેલો બનાવી રહી છે.

અનિલ ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL), અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે ટકાઉ ઇંધણથી જૂથની ઊર્જા ઉત્પાદન વિકસાવવાની પહેલમાં મોખરે છે. તે ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને સક્ષમ કરવા સમર્પિત છે. ANIL સંપૂર્ણ સંકલિત મૂલ્ય શૃંખલા વિકસાવવાની તેની વ્યૂહરચનાના ભાગરૂપે ગુજરાતના મુન્દ્રા ખાતે ભારતની સૌથી વધુ વ્યાપક અને અત્યાધુનિક નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે. ANIL વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન અને તેની સાથે સંકળાયેલ ટકાઉ ડેરિવેટ્સનું ઉત્પાદન કરવા એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ વિકસાવી રહી છે. કંપની સૌ માટે સસ્તી અને ટકાઉ ઉર્જા પ્રદાન કરવાના અનુસંધાનમાં ભાવિ ટેક્નોલોજીને અનુકૂલ અને સંવર્ધન કરી રહી છે.

Leave a comment