કેરળ આરોગ્ય વિભાગે બે લોકોના અપ્રાકૃતિક મોત બાદ સોમવારે કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસ સબંધિત એલર્ટ જારી કરી દીધું છે. આરોગ્ય વિભાગે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, રાજ્યના આરોગ્ય મંત્રી વીના જોર્જે એક હાઈ લેવલ બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ખાનગી હોસ્પિટલમાંથી તાવ બાદ બે લોકોના ‘અપ્રાકૃતિક’ મોતની સૂચના મળી છે અને એવી શંકા છે કે, તેમના મોત નિપાહ વાયરસના કારણે થયા છે.
કોઝિકોડ જિલ્લામાં 2018 અને 2021માં પણ નિપાહ વાયરસથી મોત નોંધાયા હતા. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, મૃતકોમાંથી એકના સબંધીને સઘન ચિકિત્સા યુનિટમાં દાખલ કરવામાં આવ્યો છે. નિપાહ વાયરસનો પ્રથમ કેસ 19 મે 2018માં કોઝિકોડમાં સામે આવ્યો હતો. તે સમયે તેના કારણે 17 લોકોના મોત થઈ ગયા હતા.
શું છે નિપાહ વાયરસ
WHOના જણાવ્યા પ્રમાણે નિપાહ વાયરસ ખૂબ જ ઝડપથી ઉભરતો વાયરસ છે જે પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે અને દૂષિત ખોરાકના માધ્યમથી અથવા સીધા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે.
આ વાયરસ સૌપ્રથમ 1998 માં મલેશિયાના કમ્પંગ સુંગાઈ નિપાહમાંથી મળી આવ્યો હતો અને ત્યાંથી જ આ વાયરસનું નામ પણ સામે આવ્યું હતું. તે સમયે આ વાયરસા વાહક ડૂક્કર બન્યા હતા.
જો માણસ 5થી 14 દિવસ સુધી આ વાયરસની ચપેટમાં આવી જાય છે તો આ વાયરસ 3 દિવલસ સુધી ખૂબ જ તાવ અને માથાના દુ:ખાવાનું કારણ બની શકે છે. શરૂઆતના તબક્કામાં શ્વાસ લેવાના સમસ્યા સર્જાય છે અને ન્યૂરોલોજિકલ સમસ્યા પણ ઉભી થાય છે.
