તુણા પ્રાથમિક શાળામા અદાણી તુણા પોર્ટ દ્વારા “ગ્રીનહરી” કાર્યક્રમ

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા તથા સામાજિક વનીકરણ રેન્જ અંજાર અને અદાણી તુણા પોર્ટ દ્વારા “ગ્રીનહરી” કાર્યક્રમ તુણા પ્રાથમિક શાળામા રાખવામા આવ્યો હતો.અને તુણા તથા રામપર ગામની શેરીઓ મા અને વંડી ગામમા ધાર્મિક જગ્યાઓ મા રોપા નુ વિતરણ કરવામા આવ્યું હતું

હર ઘર વાવવા માટે ઘર આંગણે જ઼ મફત રોપા મળી રહે એવા શુભ સંકલ્પથી  સામાજિક વનીકરણ રેન્જ અંજાર ના આર એફ ઓ શ્રી પ્રવીણ જાદવ  ના માર્ગદર્શન નીચે અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા  સાથે આજે તુણા ગામની પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળા મધ્યે વૃક્ષારોપણ કરી અને ગ્રિનહરી રથ ને લીલી ઝંડી આપવામા આવી હતી.

નાથમશા હાજી બાપુ જણાવ્યું હતું કે વાવાઝોડામાં  ઘણા બધા વૃક્ષો પડી ગયા છે. વૃક્ષો વાવવાની અત્યારે ખૂબ જ જરૂરી છે. બધા એક એક રોપો વાવીશું તોય ગામ હરિયાળો થઈ જશે.

ફોરેસ્ટ અધિકારી શ્રી ભાવેશ મેઘનાથે વૃક્ષોનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે વૃક્ષો વાવવા કરતા એ ઉછેરવા સાચી તપસ્યા છે. અમે અદાણી સાથે રહી ને 5000 રોપા વિતરણ કરીશુ.તુણા પોર્ટ અધિકારી શ્રી ઈશ્વરભાઈ પરમારે જિંદગીમાં ઓછામાં ઓછા પાંચ વૃક્ષ તો વાવવા જોઈએ અને તેનુ જતન કરી ધરતી હરિયાળી બનાવવા સહભાગી થવા હાકલ કરી હતી.અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ હમેશા કહે છે કે જયારે સરકાર અને સંસ્થા સાથે સમુદાય જોડાશે ત્યારે ખુબ સારા પરિણામો મળશે. કરસન ગઢવી એ જણાવ્યું હતું કે દરેક ઘરે એક એક વૃક્ષ વવાય તોય લાખો વૃક્ષો  થઈ જાય.

ગ્રીનહરી રથને લીલી ઝંડી સરપંચ શ્રી હુસેન ભાઈ બુચડે આપી હતી ત્યાર બાદ રથ ને  રાજુભાઈ સોલંકી અને ગામના યુવાનો ગામની અંદર ફેરવી રોપા વિતરણ કરેલ.

પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હર્ષાબેન પંચાલે સ્વાગત પ્રવચન કર્યુ હતું જયારે મનુભાઈ પટેલે એંકરિંગ અને આભાર વિધી કરી હતી.

Leave a comment