સામખિયાળી અને જંગીમાં ઢોરો લમ્પીની ઝપટમાં

ભચાઉ તાલુકાના સામખિયાળી અને જંગી ગામમાં રસ્તે રઝળતા મૂકાયેલા ઢોરોમાં લમ્પી રોગ દેખાતા માલધારીઓ ચિંતિત બન્યા છે. જોકે, તંત્રઅે ખુલાસો કર્યો હતો કે, ગત વર્ષ ચેપગ્રસ્ત થયેલા ઢોરો છે. નવા નથી, જેથી ચિંતાનું કારણ નથી.

ગત વર્ષે કોરોનાની જેમ ઢોરોમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો હતો. કચ્છમાં સેંકડો ઢોરોના મોત થયાં હતા. ફરી જંગી અને સામખિયાળીમાં ઢોરોને લમ્પીઅે ઝપટમાં લીધા છે. ભચાઉ તાલુકાના પશુ ચિકિત્સક ઉત્તમ ગેહલોત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે લમ્પીની ઝપટમાં આવી ગયેલા પશુઅો જ છે અને તેમાં ચિંતા કરાય એવું નથી.

લમ્પીના લક્ષણો ધરાવતા પશુઓના લોહીના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને છતાંય સામખીયારી અને જંગી ગામમાં જે પશુઓમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળે છે તેમને અમારી ટીમ આવીને તપાસી જશે.

Leave a comment