જી. કે. જન. અદાણી હોસ્પિ.ખાતે ઓગષ્ટમાં ૯ કેમ્પ મારફતે ૮૯૮ યુનિટ રક્ત એકત્રિત થયું

~ હોસ્પિ.ના પ્રસૂતિ અને થેલેસેમિયા વિભાગને ૪૮૦ યુનિટ લોહી આપી જરૂરિયાત સંતોષાઇ

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વિતેલા ઓગસ્ટ માસ દરમિયાન બ્લડ બેન્ક દ્વારા ૮૯૮ યુનિટ એટલે કે 3.14 લાખ સી.સી. રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને તે પૈકી ૪૮૦ યુનિટ લોહી થેલેસેમિયા અને પ્રસુતિ વિભાગને  પૂરું પાડવામાં આવતા દર્દીઓને મોટી રાહત મળી હતી.

જી.કે.બ્લડ બેન્ક વિભાગના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર,ઓગસ્ટ માસમાં વિવિધ સ્થળોએ કુલ ૯ કેમ્પનું આયોજન કરી, ૬૨૯ યુનિટ રક્ત એકત્રિત કરવાની સાથે હોસ્પિટલની બ્લડ બેન્ક ઈનહાઉસમાં ૨૬૯ યુનિટ મળીને કુલ ૮૯૮ યુનિટ લોહી ભેગું થતાં  લાભાર્થીઓની જરૂરિયાત સંતોષી શકાઇ હતી.

હોસ્પિટલની બ્લડ બેન્કના ઉપક્રમે કચ્છ જિલ્લામાં ગૌ સેવા સમિતિ મખણા,કોટડા યુવા ગ્રુપ, મમુઆરા ગ્રામ વિકાસ સમિતિ, રેલવે પોલીસ ફોર્સ, આશાપુરા ફાઉન્ડેશન ભૂજોડી, મારવાડી યુવા મંચ ગુંદાલા,અક્ષર રેસીડેન્સી ભુજ, લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ ટોડીયા અને બી એન એગ્રીટેક કંપની ભીમાસરમાં કેમ્પ યોજાયા હતા,એમ બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલએ જણાવ્યું હતું.

ઓગસ્ટ માસમાં કુલ ૨૫ મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું, જેમાં ૨૨ મહિલાઓએ કચ્છમાં જુદા જુદા સ્થળોએ યોજાયેલા કેમ્પમાં અને ત્રણ બહેનોએ બ્લડ બેંક ઇન હાઉસ ખાતે રક્તદાન કર્યું હતું.

Leave a comment