અદાણી ગ્રુપ ESG લક્ષ્ચાંકોને હાંસલ કરનાર અગ્રણી બની ઉભરી આવ્યું

અદાણી ગ્રુપ પર્યાવરણીય લક્ષ્યાંકોને હાંસલ કરવા સતત તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. ચાલુ વર્ષ 2023માં પર્યાવરણ, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સ (ESG)ના નિર્ધારિત ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા અદાણી જૂથની કંપનીઓની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે. ગ્રુપના એરપોર્ટ યુનિટે કંપનીના તમામ વાહનોને ડીઝલમાંથી ઈલેક્ટ્રિકમાં રૂપાંતરિત કર્યા છે. તેનાથી ઓપરેશનલ ઉત્સર્જનમાં 44%નો ઘટાડો થયો છે. આ જ રીતે જૂથની અન્ય કંપનીઓએ પણ વિવિધ પ્રસંશનીય પહેલો કરી છે.  

ભારતમાં સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) 2025 સુધીમાં વીજળીના વપરાશમાં 100% રિન્યુએબલ એનર્જી મિક્સનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યુ છે. એટલું જ નહી, કંપનીએ કાર્બન ઉત્સર્જનમાં 60% ઘટાડો કરવાનું લક્ષ્યાંક રાખ્યુ છે. મૂડીઝ ESG સોલ્યુશન દ્વારા કંપનીને ‘ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ’ ક્ષેત્રે વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. 

મુન્દ્રા સ્થિત સોલાર બિઝનેસ બિલ્ડિંગ તેમજ ચેન્નાઈ ખાતેના ડેટા સેન્ટરને IGBC (ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ) તરફથી પ્લેટિનમ સર્ટિફિકેશન એનાયત થયું છે. અદાણી પાવરની વાત કરીએ તો, વર્ષ 2023 માં APLનું વોટર ઇન્ટેન્સિટી પર્ફોર્મન્સ 2.31 m3/MWh એટલે કે નિર્ધારિત મર્યાદા કરતાં 34% ઓછું છે. વળી અદાણી પાવરના નવમાંથી સાત ઓપરેટિંગ સ્ટેશનોને SUP-મુક્ત પ્રમાણપત્ર મળ્યું છે.  

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે (AEML) 30.04% રિન્યુએબલ પાવર મિક્સનું ધોરણ હાંસલ કર્યું છે. વર્ષ 2027 સુધીમાં AEML કંપનીનું લક્ષ્ય રિન્યુએબલ પાવર ખરીદીનો 60% હિસ્સો હાંસલ કરવાનું છે. 

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL)ની વાત કરીએ તો, તે નવા અને વૈવિધ્યસભર વ્યવસાયો શરૂ કરવાને વધુ મહત્વ આપશે. કંપનીએ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષો ઉગાડવાની ખાતરી આપી છે.  

અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા 870 kW ક્ષમતા ધરાવતા સોલાર રૂફટોપ 50 સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યાં છે. વળી કેપ્ટિવ સોલર પ્લાન્ટની શરૂઆત સંભવત:  2024માં શરૂ થઈ શકે છે. કંપનીએ ઈલેક્ટ્રીક વાહનો EV ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે અદાણી ટોટલ એનર્જી ઈ-મોબિલિટીની સ્થાપના કરી છે. ATGL દ્વારા 104 ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને 2024 સુધીમાં ચાર હજારથી વધુ EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરશે.  

ભારતની અગ્રણી FMCG કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે (AWL) નવ મોટા પ્લાન્ટમાં પાણીનો બગાડ ઘટાડવા માટે ZLD (ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ) ઇન્સ્ટોલ કર્યું છે. ZLD દ્વારા પુનઃપ્રાપ્ય પાણીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. તદુપરાંત AWL કંપની 98% રિસાયકલેબલ પેકેજિંગ શરૂ કરનાર પ્રથમ ખાદ્ય તેલ કંપની બની ગઈ છે.  

હંમેશા ટકાઉ વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રુપની કંપનીઓ તરફ સ્ટેકહોલ્ડર્સ વિશ્વાસ સાથે  કંપનીઓનું મૂલ્યાંકન અને વ્યવસાયની સ્થિરતામાં વધારો થયો છે. 

Leave a comment