વૈવિધ્યસભર અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ ઇમારતો બાંધવા ઉપરાંત સમુદાયોના વિકાસમાં સક્રિય યોગદાન આપી રહી છે. અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (AMH) ખાતે હાથ ધરાયેલી અસામાન્ય શસ્ત્રક્રિયા તેનું જીવંત ઉદાહરણ છે. AMH ખાતે અસામાન્ય કદના ફાઇબ્રોઇડ્સની સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે.
અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 45 વર્ષીય કૈલાશબેન કાછડીયાને ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેઢામાં દુખાવાની ફરિયાદ થતાં તેમને તબીબી સારવાર આપવામાં આવી. જો કે, અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ બાદ તેમનામાં ફંડલ ફાઇબ્રોઇડ સહિત મલ્ટિપલ ફાઇબ્રોઇડ્સનું નિદાન કરવામાં આવ્યું. સામાન્ય રીતે આવા તબીબી તારણો ગર્ભાશયનું અસામાન્ય વિસ્તરણ સૂચવે છે. સાત મહિનાની સગર્ભા જેવી અવસ્થા કૈલાશબેન માટે અત્યંત પીડાદાયક હતી. ગાયનેકોલોજિસ્ટ ડૉ. હેતલ ગોહિલ સહિત AMH ની કુશળ મેડિકલ ટીમના સહયોગથી તેની સફળ સર્જરી કરવામાં આવી હતી.
અંબુજા સિમેન્ટ્સ અંબુજાનગર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરે છે. હોસ્પિટલમાં ગ્રામીણ સમુદાયોની આરોગ્યસંભાળ તેમજ ક્રિટીકલ કેસનું અસરકારક સંચાલન કરવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ ધરાવતી હોસ્પિટલ સ્થાનિકો માટે આશાનું કિરણ બની છે, વળી તેમને ગંભીર બિમારીઓના ઈલાજ માટે શહેરની ખર્ચાળ મુસાફરી કરવી પડતી નથી.
અંબુજા સિમેન્ટ્સ બાંધકામ ઉપરાંત સમુદાયીક વિકાસને પ્રોત્સાહન આપતા ગર્વ અનુભવે છે. સમુદાયોને સમૃદ્ધ બનાવવા અને તેમના આરોગ્યની સારસંભાળ સુલભ બનાવવાના તે અવિરત પ્રયાસરત છે. આ પહેલ સમુદાયોની સતત વૃદ્ધિ માટે બ્રાન્ડના અતૂટ સમર્પણના પ્રમાણપત્ર સમાન છે.
અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ વિશે
અદાણી ગ્રૂપનો એક ભાગ અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ ભારતની અગ્રણી સિમેન્ટ કંપનીઓમાંની એક છે. અંબુજા તેની પેટાકંપની એસીસી લિમિટેડ સાથે સમગ્ર દેશમાં 14 સંકલિત સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ અને સોળ સિમેન્ટ ગ્રાઇન્ડીંગ એકમો સાથે 67.5 મિલિયન ટનની ક્ષમતા ધરાવે છે. TRA રિસર્ચ દ્વારા બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ- 2023માં અંબુજાને ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવી છે. અંબુજાએ કામગીરી શરૂ કરી ત્યારથી તેના અનન્ય ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વ્યવહારો સાથે ઝંઝટમુક્ત ગૃહ-નિર્માણના ઉકેલો પ્રદાન કર્યા છે. કંપની પાસે તેની શાખ માટે ઘણી બાબતો છે – ચાર ટર્મિનલ સાથેનું કેપ્ટિવ પોર્ટ કે જેણે તેના ગ્રાહકોને સમયસર, ખર્ચ-અસરકારક, બલ્ક સિમેન્ટના ક્લીનર શિપમેન્ટની સુવિધા આપી છે. ગ્રાહકોને મૂલ્યવૃદ્ધિ સેવા પ્રદાન કરવા કંપનીએ અંબુજા સર્ટિફાઇડ ટેક્નોલોજી હેઠળ અંબુજા પ્લસ, અંબુજા કૂલ વોલ્સ, અંબુજા કોમ્પોસેમ અને અંબુજા કવચ જેવી નવીન પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ ઉત્પાદનો માત્ર મહત્વની ગ્રાહક જરૂરિયાતોને જ નહીં પરંતુ કાર્બન ફૂટપ્રિન્ટ્સને નોંધપાત્ર રીતે ઘટાડવામાં પણ મદદ કરે છે. કર્મચારીઓ માટે મૈત્રીપૂર્ણ કાર્યસ્થળ હોવાને કારણે અંબુજા સિમેન્ટને બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બિઝનેસ ટુડે દ્વારા 2022માં ‘બેસ્ટ કંપનીઓ ટુ વર્ક ફોર’ સર્વેમાં નંબર 1 ક્રમ આપવામાં આવ્યો છે.
