અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી દ્વારા લખપતમાં આયુષ્યમાન કાર્ડ, તબીબી સારવાર અને પશુધનને રસીકરણ કરાયું

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જીના સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં અનેકવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે. તાજેતરમાં લખપત તાલુકાના ગામોમાં ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ આરોગ્ય કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને પશુ સારવાર કેમ્પમાં 1850થી વધુ લોકોને લાભ લીધો હતો. તો 15૦૦ થી વધુ પશુધનને રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેમ્પને સફળ બનાવવા સ્‍થાનિકો, પશુપાલકો અને ગ્રામ પંચાયતોએ પુરતો સહયોગ કર્યો હતો. 

કચ્છમાં અંતરિયાળ વિસ્તારના ગામોમાં જરૂરિયાતમંદ લોકોને શહેર સુધી પહોંચવામાં અનેક અગવડ પડતી હોય છે. તેવામાં અદાણી ફાઉન્ડેશનની પહેલથી મુંદ્રાની આસપાસના વિસ્તારોમાં સર્વરોગ નિદાન કેમ્પ લગાવી વિનામૂલ્યે તબીબી સારવાર આપવામાં આવી હતી. ઘરે બેઠા મળતી આરોગ્ય સેવાઓના કારણે પશુધન તેમજ લોકોને સ્વાસ્થ્ય લાભ મળી રહે છે. પશુઓનું આરોગ્‍ય અને ઉત્‍પાદકતા વધારવા બિમારી થતા પહેલા જ રસીકરણ કરી તેને અટકાવી દેવામાં આવે છે. 

લખપત તાલુકાના ગામોમાં પશુધનની સારસંભાળ તેમજ તેમને ભવિષ્યમાં સંભવિત રોગોથી દૂર રાખવા રસીકરણ કરવામાં આવ્યું હતું. તાલુકાનાં ઘડાણી, વાલકા મોટા, વાલકા નાના, પાનેલી વગેરે ગામોમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તથા તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી 4 જનરલ હેલ્થ કેમ્પ કરીને ૩૦૦થી વધુ દર્દીઓની તપાસ, નિદાન અને આવશ્યક દવાઓ આપવામાં આવી હતી. એટલુ જ નહીં, ગંભીર દર્દીઓને જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.   

અદાણી ફાઉન્ડેશન-ગુજરાતના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે “આ વિસ્તારની બહેનોને તબીબી સારવારમા આવતી મુશ્કેલીના સમયે અદાણી પરિવાર હંમેશા તેમની પડખે રહેશે. લોકહિત માટે જરૂરિયાત મુજબ આવા કેમ્પસ અવારનવાર લગાવવામાં આવશે.”  

ત્રણ દિવસના આરોગ્ય ક્મ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પ્રશાંતભાઈના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ સહિત આશાવર્કર બહેનોએ પુરતો સાથ સહકાર આપ્યો હતો. 86 ગ્રામીણ પરિવારોને નવા આયુષ્યમાન કાર્ડ સુપરત કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ પરિવારો તેના થકી 10 લાખ સુધીના તબીબી ખર્ચનો આર્થિક લાભ મેળવી શકે છે.    

આ પ્રસંગે અદાણી ગ્રીન એનર્જીના ડેપ્યુટી જનરલ મેનેજર ભરતભાઇ પટેલ અને અર્જુનસિંહે હાજર રહીને સ્થાનિકોની જરૂરિયાત અનુસાર સમાજોપયોગી પ્રવૃત્તિઓનું આયોજન ઘડી કાઢ્યું હતું. સરકારી પશુ દવાખાનું -નખત્રાણાના સહયોગથી પશુધનને સારવાર અને રસીકરણ કરવામાં આવ્યું હતું.  

કચ્‍છમાં ખેતી અને પશુપાલન મુખ્‍ય વ્‍યવસાય છે, આ પહેલથી તેને મજબૂત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. વળી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે બેઠકો અને ટ્રેનીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. 

Leave a comment