ભુજમાં જી.કે.જન.અદાણી હોસ્પિ.ના તબીબોએ ચંગ્લેશ્વર મંદિર ખાતે શ્રાવણમાં શિવ ભક્તોને ચક્ષુદાનનો મહિમા સમજાવ્યો

~ ચક્ષુદાન પખવાડિયા નિમિતે કાર્યક્રમ

શ્રાવણ મહિનામાં ભકિત,પૂજા અને આસ્થાનું મહત્વ છે, એટલું જ દાનનું છે. શાસ્ત્રોમાં અને શિવ પુરાણમાં કોઈ પણ પ્રકારના દાનને પુણ્ય કાર્ય ગણાવાયું હોય ત્યારે દ્રષ્ટિહિન માટે જો ચક્ષુનું દાન કરવામાં આવે તો તેનું પુણ્ય અનેકગણું મળે છે,એમ ભુજ સ્થિત ચંગલેશ્વર શિવ મંદિર પરિસરમાં ૨૫મી ઓગષ્ટ થી ૮મી સપ્ટે.સુધી દેશમાં ઉજવાતા ચક્ષુદાન પખવાડિયા નિમિતે ભક્તગણને જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ચક્ષુ વિભાગના તબીબોએ ચક્ષુદાનનું મહત્વ સમજાવ્યું હતું. 

રેસિ.ડો.ચિંકિત વોરાએ  શિવભક્તો સાથે તબ્બક્કા વાર વાર્તાલાપ કરતા સમજાવ્યું કે,હાલે ગુજરાતમાં દર વર્ષે ૨ લાખ આંખોની જરૂર પડે છે,તેની સામે માત્ર ૪૦હજાર આવે છે,ત્યારે વધુમાં વધુ ચક્ષુદાન થાય એ અંગે સમજ આપી, સમાજમાં ચક્ષુદાન અંગે પ્રવર્તી કેટલીક ગેર માન્યતાઓ અંગે સ્પષ્ટતા કરી, ચક્ષુદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. 

હોસ્પિટલના ચક્ષુ નિષ્ણાંત ડો.કવિતા શાહના વડપણ હેઠળ આ કાર્યક્રમમાં ડો.મોનિકા ઠક્કર, ડો.વૃંદા ગોગદાણી, ડૉ.તૃપ્તિ પરિખ,ડો. મીત પરીખ સહિત ૬ ઇન્ટર્ન જોડાયા હતા. ગેઇમ્સ આઇ બેન્કના નંબર ૯૭૨૬૪૩૦૭૮૩ ઉપર વિસ્તૃત માહિતી અને ચક્ષુદાન અંગે સંપર્ક કરવા વિનંતી કરાઇ છે. 

Leave a comment