મૂળ પોરબંદરના યુવાનને ફેસબુક પર સંપર્ક કરી ખોટી રીતે વિશ્વાસમાં લઈને એક લાખના ત્રણ લાખ કરી આપવાની લાલચ આપી બે ઈસમો દ્વારા યુવાનને રૃપિયાને બદલે કાગળનો બંડલ આપી રફુચક્કર થઇ ગયા હોવાનો બનાવ બન્યો હતો. જેમાં ફેસબુક મારફતે મિત્રતા કેળવ્યા બાદ વ્હોટસએપ નંબર પર કોલ કરીને અંજાર ખાતે બોલાવી એક લાખની છેતરપિંડી કરનારા બે ઈસમો વિરુદ્ધ અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે અંજાર પોલીસ માથકેાથી મળતી માહિતી મુજબ મૂળ પોરબંદરના ૨૩વર્ષીય ભરત લખુભાઈ ઓડેદરાને ફેસબુક પર સંપર્ક કરી ભાવેશ પટેલ નામની આઈ.ડી. વાળાએ વિશ્વાસમાં લઇ અને ફરિયાદીને એક લાખના ત્રણ લાખ રૃપિયા કરી દેવાની લાલચ આપી હતી, જેાથી ફરિયાદી લાલચમાં આવી પોતાના નંબર આપી દીધા હતા. જેાથી ફરિયાદીને વ્હોટસઅપ કોલ કરી વિશ્વાસમાં લઇ યુવાનને ગાંધીધામ બોલાવવામાં આવ્યો હતો. ગાંધીધામ બોલાવ્યા પછી આરોપી ભાવેશે ફરિયાદીને રાજેશ નામના વ્યક્તિનો નંબર આપ્યો હતો. જેાથી રાજેશે ફરિયાદીને અંજાર બોલાવી જેસલ-તોરલ પાકગ પાસે બોલાવ્યો હતો અને ફરિયાદી પાસે પડેલા એક લાખ રૃપિયા લઇ લીધા હતા. જેના બદલામાં કાગળનું બંડલ આપ્યું હતું. ત્યાથી ગાયબ થઈ ગયો હતો. જે બાદ બંડલ ચેક કરતા તે બંડલ કાગળના નીકળ્યા હતા. જેાથી ભરતે અંજાર પોલીસ સ્ટેશનમા એક લાખ રૃપિયાની છેતરપિંડી કરનાર બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ આ જ મોડેસ ઓપરેન્ડીથી સસ્તા સોનાની લાલચ આપી છેતરવામાં આવતા
અંજારમાં કોઈ યુવાન પહેલીવાર છેતરાયો હોય તેવું નાથી, અંજારના અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા આ પ્રકારે અનેક લોકોને છેતરવામાં આવ્યા છે. જેમાં ફોન કે સોશિયલ મીડિયામાં મોટી મોટી વાતો કર્યા બાદ સસ્તા સોનાની લાલચ આપી રૃપિયા લઈ લીધી બાદ સોનું કે રૃપિયા પરત આપતા નાથી અને છેતરપિંડી કરતાં હોય છે. પરંતુ સોનાના નામે છેતરતા અમુક શખ્સો જેલમાં અને બાકીના લોકો હવે જાહેર થઈ જતાં સોનાના નામે નહીં પણ હવે હેરાફેરી ફિલ્મની જેમ એકના ડબલ કરી દેવાની વાતોમાં લોકોને ફોસલાવી નવા પ્રકારે છેતરવાનો કીમિયો શોધી કાઢયો છે. જેાથી પોલીસ દ્વારા હવે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૃરી બન્યું છે.
