અદાણી પોર્ટફોલિઓના શાનદાર દેખાવ સાથે વર્ષ-૨૪ના પહેલા ક્વાર્ટરનો ઉઘાડ 

~ પ્રથમ કવાર્ટરમાં વાર્ષિક ધોરણે EBITDA ૪૨%  વધીને રુ.૨૩,૫૩૨ કરોડ 

અદાણી ગ્રૂપના વૈવિધ્યસભર પોોર્ટફોલિઓએ રુ.૨૩,૫૩૨ કરોડના સર્વકાલીન ઉચ્ચ ત્રિમાસિક નફા (EBITDA) સાથે વધુ એક યશકલગી સમાન શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે જે વાર્ષિક ધોરણે ૪૨% વધુ છે.અદાણી સમૂહની લિસ્ટેડ કંપનીઓના તેના પોર્ટફોલિયો માટે નાણાકીય વર્ષ-૨૪ના ત્રિમાસિક પરિણામોનું તુલનાત્મક વિષ્લેષણ આજે જારી કર્યું છે. 

તદનુસાર સ્થિર અને ખાત્રીબધ્ધ રોકડ પ્રવાહનું ઉ૫ાર્જન કરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી પ્લેટફોર્મ અંતર્ગત કુલ પોર્ટફોલિયો EBITDA નો ૮૬% હિસ્સો ધરાવે છે અને તે રુ.૨૦,૨૩૩ કરોડ છે. ઉચ્ચ કક્ષાની આ સ્થિરતા અને દાયકાઓના રળતરના અનુમાનની છબી બતાવે છે. મજબૂત નફાના પરિણામે પોર્ટફોલિયોએ ખૂબ જ મજબૂત તરલતાની સ્થિતિ પ્રાપ્ત કરી છે. જૂન ૨૦૨૩ ના અંતે રોકડ બેલેન્સ રે.૪૨,૧૧૫ કરોડ હતું, જે અગાઉના એક ક્વાર્ટર કરતાં ૪.૨% વધુ હતું. 

અદાણી એન્ટરપ્રાઇઝીસ હેઠળ વ્યવસાયોના વિકાસની સાફલ્ય ગાથા નિરંતર આગળ વધી રહી છે. અદાણી સમૂહની ફ્લેગશિપ ઇન્ક્યુબેટર  અંતર્ગત એરપોર્ટ્સ, ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વ્યવસાયોએ વાર્ષિક ધોરણે તેમનો નફો લગભગ બમણો જોયો છે. રુ. ૧૭૧૮ કરોડના EBITDA સાથે આ વ્યવસાયોએ પોર્ટફોલિયોના EBITDAમાં ૭% યોગદાન આપ્યું છે. 

મુખ્યત્વે અદાણી ગ્રીન હેઠળ રિન્યુએબલ પાવર બિઝનેસ, અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ અને અદાણી સિમેન્ટ હેઠળના સિમેન્ટ બિઝનેસ દ્વારા અદાણી પોર્ટફોલિયોએ શાનદાર કામગીરી નોંધાવી હતી. અદાણી ગ્રીને રુ.૨,૨૦૦ કરોડનો EBITDA નોંધાવ્યો હતો, જે  વાર્ષિક ધોરણે ૬૭% નો વધારો દર્શાવે છે. કામકાજની ક્ષમતામાં ૪૩% વધીને ૮,૩૧૬ મેગાવોટ થવા પામી છે. ખર્ચના ઑપ્ટિમાઇઝેશન અને સુમેળમાં સુધારો કરવાને કારણે સાથે સંકળાયેલા સિમેન્ટ વ્યવસાયે પણ મજબૂત ઓપરેટિંગ કામગીરી દર્શાવી હતી. પ્રતિ ટન EBITDA જૂન ૨૨ના ક્વાર્ટરમાં રુ.૮૮૮થી વધીને રુ.૧૨૫૩ અને માર્ચ ૨૩ના ક્વાર્ટરમાં રુ.૧૦૭૯ થયો હતો. તેના પરિણામે સિમેન્ટ બિઝનેસનો EBITDA વાર્ષિક ધોરણે ૫૪% વધીને રુ.૧,૯૩૫ કરોડ થયો છે. 

Strong financial performance delivered across portfolio 

Sector Q1FY24 EBITDA Q1FY23 EBITDA Growth % of Total 
Utility 14,453 10,378 39% 61.4% 
Transport 4,062 3,776 8% 17.3% 
AEL-Infrastructure business 1,718 877 96% 7.3% 
A. Sub-total (Infrastructure) 20,233 15,031 34% 86.0% 
Adjacencies (Cement) 1 1,935 NA – 8.2% 
B. Sub-total (Adjacencies) 1,935 – – 8.2% 
AEL- Existing businesses 1,364 1,551 (12%) 3 5.8% 
FMCG2 177 491 (64%)4 – 
C. Sub-total (Others) 2 1,364 1,551 (12%) 5.8% 
Portfolio EBITDA (A+B+C) 2 23,533 16,582 42% 100% 
  1. EBITDA for cements business has only been included in the portfolio in Q1FY24 numbers. 
  1. FMCG EBITDA not included in total portfolio EBITDA, as AWL’s share of profit is included in AEL’s existing businesses’ profit. 
  1. Due to correction in coal prices and volume stabilization 
  1. EBITDA was impacted on account of high-cost inventory, TRQ disparity and losses in Bangladesh operations. 

વ્યવસાયવાર સારાંશ 

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. 

એરપોર્ટના કારોબારમાં મુસાફરોની સંખ્યામાં ૨૭%ની વૃદ્ધિ સાથે ૨૧.૩ મિલિયન થઈ. 

રોડ બિઝનેસે વધારાના ૭૯.૮ લેન કિ.મીનું નિર્માણ કર્યું. 

સોલાર મોડ્યુલનું વોલ્યુમ ૮૭% વધીને ૬૧૪ મેગાવોટ થયું. 

ડેટા સેન્ટર બિઝનેસ: ચેન્નાઈ ખાતે ૧૭ મેગાવોટની સુવિધા સાથે સંપૂર્ણ રીતે કાર્યરત છે. 

ખાણકામ સેવાઓનું ઉત્પાદન વોલ્યુમ ૬.૩ મિલિયન મેટ્રિક ટન હતું. 

ઈન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ માટે વોલ્યુમ ૧૭.૮ મિલિયન મેટ્રિક ટને પહોંચ્યું. 

અદાણી ગ્રીન એનર્જી લિ. 

ઓપરેશનલ ક્ષમતા ૪૩% વધીને ૮,૩૧૬ મેગાવોટ થઈ. તેમાં ૧,૭૫૦ મેગાવોટ સોલાર-વિન્ડ હાઇબ્રિડ, ૨૧૨ મેગાવોટ સોલાર અને ૫૫૪ મેગાવોટ વિન્ડ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. 

સૌર પોર્ટફોલિયોની ક્ષમતાનો ઉપયોગ વાર્ષિક ધોરણે  ૪૦ બેસિસ પોઈન્ટથી વધીને ૨૬.૯% થયો. 

વિન્ડ પોર્ટફોલિયોની ક્ષમતાનો ઉપયોગ વાર્ષિક ધોરણે ૮૩૦ બેસિસ પોઈન્ટ ઘટીને ૩૮.૭% થયો. 

હાઇબ્રિડ પોર્ટફોલિયોની ક્ષમતાનો ઉપયોગ ૪૭.૨% હતો. 

અદાણી એનર્જી સોલ્યુશન્સ 

કુલ ટ્રાન્સમિશન નેટવર્ક 550 સર્કિટ કિ.મી.ના ઉમેરા સાથે વધીને ૧૯,૭૭૮ સર્કિટ કિ.મી થયું. 

વેચાયેલા એકમો વાર્ષિક ધોરણે ૭.૬૧%  વધીને ૨,૭૫૪ મિલિયન યુનિટ થયા 

૨.૭ મિલિયન સ્માર્ટ મીટર દ્વારા આંધ્ર પ્રદેશમાં ૯ મિલિયન ગ્રાહકોને પૂરા પાડવા માટેના ત્રણ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ માટે કરાર પત્ર (LOA) મળ્યો 

અદાણી ગેસ 

 સાત સીએનજી સ્ટેશન ઉમેરાતા હવે કુલ સંખ્યા ૪૬૭ થઈ. 

 ૧૪૧ EV ચાર્જિંગ પોઈન્ટ બહુવિધ વ્યૂહાત્મક સ્થળો પર સ્થાપવામાં આવ્યા છે. 

 PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ધરાવતા ઘરોની કુલ સંખ્યામાં ૧.૨૪ લાખનો વધારો થયો છે, જે ૭ લાખથી વધુ પરિવારોને PNG સેવા પૂરી પાડે છે. 

વધેલા નેટવર્ક અને સીએનજીના ભાવમાં ઘટાડાને કારણે વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૧૮%નો વધારો થયો છે. 

વૈકલ્પિક ઇંધણના ભાવોને કારણે ગ્રાહકો દ્વારા ઓછો ઉપાડ થતા PNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૬%નો ઘટાડો થયો છે. 

અદાણી પોર્ટસ અને સેઝ 

અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક કાર્ગોના વોલ્યુમમાં વાર્ષિક ૧૨% વધીને ૧૦૧.૪  મિલિ.મે.ટન 

ત્રિમાસિકમાં બજાર હિસ્સો ૨૦૦ બેસિસ પોઈન્ટ વધીને ૨૬% થયો. 

સ્થાનિક કાર્ગોના જથ્થામાં વાર્ષિક ધોરણે ૮%નો વધારો નોંધાયો છે, જે 3 ગણી ઉદ્યોગ વૃદ્ધિ દર્શાવે છે. 

મ્યાનમારની સંપત્તિનું વેચાણ અને કરાઈકલ પોર્ટનું સંપાદન પૂર્ણ થયું 

બાકી દેવાના $૧૩૦ મિલિયન બાયબેકનું ટેન્ડર પૂર્ણ કર્યું.. 

અદાણી પાવર 

ત્રિમાસિક ગાળા દરમિયાન ગોડ્ડા અલ્ટ્રા સુપરક્રિટીકલ પાવર પ્લાન્ટના કુલ ૧,૬૦૦ મેગાવોટના બે એકમો કાર્યરત થયા. 

વાર્ષિક ધોરણે વેચાણ ૭% વધીને ૧૭.૪૯ BU થયું. 

ક્વાર્ટર માટે એકીકૃત PLF ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ૫૮.૬% સામે ૬૦.૧% સુધર્યો છે..  

અદાણી વિલ્માર 

ક્વાર્ટર દરમિયાન ૧.૪૯ મિલિયન મેટ્રિક ટનના વોલ્યુમને પાર કર્યું, જે વાર્ષિક ધોરણે ૨૫૮% વધારો દર્શાવે છે. 

ફૂડ અને FMCG ક્ષેત્રએ રુ.૧,૧૦૦ કરોડની આવક નોંધાવી છે વાર્ષિક ધોરણે ૨૮%નો વધારો દર્શાવે છે. 

અદાણી સિમેન્ટ બિઝનેસ–અંબુજા/ACC 

કવાર્ટર ટુ ક્વાર્ટર વેચાણ વોલ્યુમ ૯% વધીને ૧૫.૪ મિલિયન મેટ્રિક ટન થયું. 

ઑપરેશન, ખર્ચ કાર્યક્ષમતા અને સિનર્જીમાં વ્યવસાયિક શ્રેષ્ઠતાના કારણે કવાર્ટર ટુ કવાર્ટર પ્રતિ ટન EBITDA ૧૬% સુધરીને ૧,૨૫૩ સુધી થયો છે\ 

About The Adani Group 

Headquartered in Ahmedabad, India, the Adani Group is the largest and fastest-growing portfolio of diversified businesses in India with interests in Logistics (seaports, airports, logistics, shipping and rail), Resources, Power Generation and Distribution, Renewable Energy, Gas and Infrastructure, Agro (commodities, edible oil, food products, cold storage and grain silos), Real Estate, Public Transport Infrastructure, Consumer Finance and Defence, and other sectors. Adani owes its success and leadership position to its core philosophy of ‘Nation Building’ and ‘Growth with Goodness’ – a guiding principle for sustainable growth. The Group is committed to protecting the environment and improving communities through its CSR programmes based on the principles of sustainability, diversity, and shared values.  

Leave a comment