~ સોનાના ભાવ તેના ઓલટાઈમ હાઈના લેવલથી ઘણો નીચે
~ ચાંદીનો ભાવ પણ ઓલટાઈમ હાઈથી ઘણો નીચે જોવા મળી રહ્યો છે.
સોના-ચાંદીના ભાવમાં હાલ કોઈ વધારે વધઘટ જોવા મળતી મળી નથી. માર્કેટ લગભગ સપાટ જોવા મળી રહ્યુ છે. કોમોડિટી બજારની સાથે સાથે રિટેલ બજારમાં પણ સુસ્તી જોવા મળી હતી. કોમોડિટી બજારમાં સોના -ચાંદી સ્થિર જોવા મળે છે.
MCX પર સોનામાં (24 કેરેટ) માત્ર 14 રુપિયાની મામુલી તેજી સાથે 58504 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર સોદો થયેલા જોવા મળે છે. સોનાના ભાવ તેના ઓલટાઈમ હાઈના લેવલથી ઘણો નીચે ચાલી રહ્યો છે. આ પ્રમાણે અત્યારે ખરીદવાનો મુડ બનાવી શકાય છે. સોનામાં નીચેની બાજુ 58473 રુપિયા અને ઉપરની બાજુ 58528 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં ઓક્ટોમ્બરના વાયદા બજાર માટે છે.
ચાંદીમાં આજે 31 રુપિયાની મામુલી ગિરાવટ જોવા મળી હતી. MCX પર ચાંદીનો ભાવ 71631 રુપિયા પ્રતિ કિલો પર જોવા મળ્યો હતો. આ ભાવ સપ્ટમ્બરના વાયદા બજાર માટેનો છે. નીચેના ભાવમાં ચાંદી 71550 રુપિયા સુધી ગઈ હતી અને તેના સિવાય ઉપર 71865 રુપિયા પ્રતિ કિલો સુધી પહોચી હતી. ચાંદીનો ભાવ પણ ઓલટાઈમ હાઈથી ઘણો નીચે જોવા મળી રહ્યો છે.
દેશના મુખ્ય મહાનગરોમાં સોના (22 કેરેટ)નો ભાવ આજે આ પ્રમાણે રહ્યા હતા
- દિલ્હીઃ 50 રુપિયાની તેજી સાથે 54300 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ રહ્યો
- મુંબઈઃ 50 રુપિયાની તેજી સાથે 54150 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ રહ્યો
- કોલકતાઃ 50 રુપિયાની તેજી સાથે 54150 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ રહ્યો
- ચેન્નઈઃ 50 રુપિયાની તેજી સાથે 54550 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ રહ્યો
