25 વર્ષની ઉંમરે એક્ટરનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન 

~ પવન સિંહ કામના સંબંધમાં કર્ણાટકથી મુંબઈ આવ્યો હતો 

હાલ કાર્ડિયાક અરેસ્ટના કારણે ઘણાં લોકો જીવ ગુમાવી રહ્યા છે.અત્યાર સુધીમાં ઘણાં સેલેબ્સ પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે પોતાનું જુવ ગુમાવી ચુક્યા છે. હાલમાં જ બીજા એક સ્ટારનું મોત આના કારણે થયું છે. હિન્દી અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય અભિનેતા પવન સિંહનું નિધન થયું છે. તે 25 વર્ષનો હતો. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે.  

ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું માહોલ 

ગઈકાલે પવન સિંહ ઘરે જ હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અહેવાલો અનુસાર પવનને ગઈકાલે સવારે 5 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પવનના મૃત્યુથી હિન્દી અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું માહોલ છવાઈ ગયું છે.  

પવન સિંહ કામના સંબંધમાં કર્ણાટકથી મુંબઈ આવ્યો હતો 

પવન સિંહ કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. તેમની માતાનું નામ સરસ્વતી અને પિતાનું નામ નાગરાજુ છે. તેમના પરિવારના સભ્યો અને મિત્રો તેમના મૃતદેહને માંડ્યા લઈ જવાની તૈયારી કરી રહ્યા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કહેવાય છે કે પવન સિંહ કામના સંબંધમાં કર્ણાટકથી મુંબઈ આવ્યો હતો અને પરિવાર સાથે અહીં રહી રહ્યો હતો. 

પવનના સાથીદારો અને ફેન્સે શોક વ્યક્ત કર્યો 

પવન સિંહના નિધન પર તેમના સાથીદારો અને ફેન્સે શોક વ્યક્ત કર્યો છે. સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. માંડ્યાના ધારાસભ્ય એચટી મંજુ, પૂર્વ ધારાસભ્ય કેબીઈ ચંદ્રશેખર, પૂર્વ મંત્રી કેસી નારાયણ ગૌડા, પૂર્વ ધારાસભ્ય પ્રકાશ, TAPCMS અધ્યક્ષ બીએલ દેવારાજુ, કોંગ્રેસ નેતા બુકનાકેરે વિજય રામગૌડા, બ્લોક કોંગ્રેસ પ્રમુખ બી નાગેન્દ્ર કુમાર, જેડીએસ નેતા અક્કીહાબબાલુ રઘુ અને યુવા જનતા દળના રાજ્યકક્ષાના નેતા સચિવ કુરુબાહલ્લી નાગેશ સહિત અનેક લોકોએ પવન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. 

Leave a comment