વડોદરા શહેરના તમામ ચાર રસ્તા સહિત ઠેકાણે રોંગ સાઈડમાં બેફામ રીતે દ્વિચક્રી વાહન ચાલકો ઘૂસી જાય છે જોકે આવી બાબતથી ફોરવ્હીલ ચાલકો પણ રોંગ સાઈડ થી જવાનું ચૂકતા નથી પરિણામે ટાયર કિલર બમ્પ લગાવવાની રાજ્યભરમાં યોજના ઘડાઈ રહી છે જેની પ્રાયોગિક ધોરણે અમદાવાદના સર્વિસ રોડ પર આવા બમ્પ લગાવવામાં આવ્યા છે. હવે ટાયર કિલર બમ્પ આગામી દિવસોમાં વડોદરાના પણ કેટલાક વિસ્તારોમાં તબક્કાવાર લગાવવા અંગે વિચારણા ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ઠેક ઠેકાણે ડિવાઈડરોમાં કોઈ જરૂર ના હોય તો કટ આપવામાં આવતા નથી. પરિણામે વાહનચાલકોને સાઈડ બદલવા માટે લાંબે સુધી ચાર રસ્તે કે પછી ડિવાઈડર કટ આવે ત્યાં સુધી પેટ્રોલ ડીઝલ બાળીને જવું પડે છે.
ત્યારે કેટલાક કિસ્સામાં ચાર રસ્તાની નજીકમાં કેટલીક શાળાઓ કે પછી ખાનગી કંપનીઓ આવેલી હોય છે. પરિણામે શાળાએ બાળકોને મૂકવા આવતા વાલીઓ અને વર્ધી વાન ચાલકો અને વર્ધી ઓટોરિક્ષા ચાલકો પેટ્રોલ ડીઝલ બચાવવાના ઇરાદે રોંગ સાઈડે સ્કૂલના બાળકોથી ભરેલા પોતાના વાહનો બેફામ ગતિએ હંકારીને જતા હોય છે.
જોકે ડિવાઈડર કટ કે પછી ચાર રસ્તાથી ટર્ન લઈને સ્કૂલ કે ઓફિસે કર્મચારીઓને ઉતારવા આવતા આવા વાહનો નાચાલકોના સમયનો પણ વેડફાટ થાય છે અને મોંઘા પેટ્રોલ ડીઝલ પણ વધુ બળતા હોય છે. પરિણામે સ્કૂલ વર્ધી વાન રીક્ષા વર્ધીના ચાલકો ખોટી રીતે રોંગ સાઈડ જવાનું વધુ પસંદ કરતા હોય છે.
આવી જ રીતે ઓફિસે કે ઘરના કોઈ કામે જનાર અને રોંગ સાઈડથી તદ્દન નજીક રહેનાર વિદ્યાર્થીઓ મહિલાઓ કે પછી યુવક યુવતીઓ પણ પોતાના વાહન બેફામ ચલાવીને રોંગ સાઈડ જતાં હોય છે. પરિણામે શહેરમાં કેટલીય વાર નિર્દોષ લોકોની જિંદગી વેડફાઈ જાય છે કે પછી નાના-મોટા અકસ્માતો સર્જાયા કરે છે.
આવી રીતે રોંગ સાઈડ પર બેફામરીતે કે પછી કાળજીપૂર્વક પોતાનું વાહન ચલાવીને જનાર લોકોને પોતાની કુટેવો સુધારવા માટે રોંગ સાઈડમાં ઘૂસતા વાહનોને રોકવા બાબતે રાજ્યમાં પ્રાયોગિક ધોરણે ટાયર કિલર બમ્પ લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે.
હવે આવી ટાયર કિલર બમ્પની વિચારણા વડોદરા શહેરમાં પ્રાયોગિક ધોરણે પણ આગામી દિવસોમાં અપનાવવામાં આવશે. આવા ટાયર કિલર બમ્પ પરથી રોંગ સાઈડ એ વાહન ચલાવનારના ટ્યુબ ટાયર આપમેળે પંચર થઈ જતા હોય છે. શહેરમાં કેટલીક જગ્યાએ સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અને રોંગ સાઈડ જતા વાહનચાલકોને નાથવા બાબતે પ્રાયોગિક ધોરણે આવા પંપ લગાવવા આવશ્યક છે આ અંગે અંદાજિત ખર્ચ રૂ.5.50 લાખની કિંમતના ટાયર કિલર બમ્પ લગાવવાના કારણે રોંગ સાઈડ જતાં વાહનચાલકોની કુટેવ આપોઆપ સુધરી જશે તેમ માનવા માં આવે છે.
