પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ભુજ આરપીએફમઆ કાર્યરત સહાયક સબ ઇન્સ્પેક્ટર ભુનેશ શ્રીવાસ્તવને સ્વતંત્રતા દિવસ નિમિતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઈ છે.
ભુનેશ શ્રીવાસ્તવ વર્ષ 1995 માં રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા. 28 વર્ષની સેવા દરમ્યાન વિવિધ હોદ્દા પર કામ કર્યું છે. કામ પ્રત્યેની પ્રામાણિકતાના કારણે બઢતી મળી હતી. 2020 થી 2021 સપ્ટેમ્બર સુધી રેલવે અધિનિયમના કલમ 143 હેઠળ કુલ 133 કેસ નોંધ્યા હતા.જેમાં રેલ્વે ટીકીટનું બ્લેક માર્કેટીંગ કરતા 145 લોકો ઝડપાયા હતા, જેમની પાસેથી 362 લાઈવ ટિકિટની કિંમત 5,79,535 રૂપિયા અને 2053 ઉપયોગ કરવામાં આવેલ ટિકિટોની રકમ 29,51,115 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 564 ઈ-રેલ ટિકિટ યુઝર આઈડી બ્લોક કરવામાં આવ્યા છે.ભુજ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ દરમિયાન તારીખ 24-6-2022 ના 7 સગીર બાળકોને બચાવ્યા અને મુસાફરોને ભૂલી ગયેલ લાખો રૂપિયાનો સામાન કાર્યવાહી બાદ પરત સોંપવામાં આવ્યો છે.તેમના યોગદાન માટે ભૂતકાળમાં 24 રોકડ પુરસ્કાર અને 6 પ્રશસ્તિપત્ર એનાયત કરાયા છે.વર્ષ 2020માં મહાનિર્દેશક પ્રશંસા પુરસ્કાર અને વર્ષ 2021મા ઉત્તમ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે.
