દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે ભાજપને ઘેરી કર્યા આકરા પ્રહારો  

ચર્ચા દરમિયાન કેજરીવાલે ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ કરતા કહ્યું કે, તેઓ એવું બોલીને વિધાનસભામાંથી જતા રહ્યા કે, અમારો મણિપુર સાથે કોઈ-લેવા દેવા નથી… ઉપરાંત તેમણે પીએમ મોદી અંગે કહ્યું કે, તેમને મણિપુર સાથે કોઈ લેવા નથી… તેમણે કહ્યું કે, મણિપુરના લોકોની હાલત ગંભીર છે અને પીએમ ચુપ છે… તેમણે ઓછામાં ઓછી શાંતિની અપીલ કરવી જોઈતી હતી, જોકે તેઓ શાંતિની અપીલ પણ કરી રહ્યા નથી. 

મણિપુર મુદ્દે ભાજપ પર ફરી વળ્યા કેજરીવાલ 

કેજરીવાલે કહ્યું કે, મણિપુરમાં 4 હજાર ઘરો સળગાવાયા, 60 હજાર લોકો ઘર વિહોણા થયા, દોઢસોથી વધુ લોકોના મોત થયા, 350થી વધુ ધાર્મિક સ્થળો સળગાવાયા, આસામ રાઈફલ અને મણિપુર પોલીસ વચ્ચે ગોળીબાર થયો, વિશ્વભરમાં ભારતની ટીકા થઈ… તેમ છતાં વડાપ્રધાન ચુપ રહ્યા… તેમણે કહ્યું કે, મણિપુરની મહિલાનો વાયરલ વીડિયો મામલે પણ તેઓ ચુપ રહ્યા… જ્યારે મણિપુરના મુખ્યમંત્રીએ કહી રહ્યા છે કે, અહીં દરરોજ આવું થઈ રહ્યું છે… ઘરમાં શાકભાજી ન બને, પાણી ન આવે તો વડાપ્રધાનને યાદ કરતા નથી, પરંતુ સંપૂર્ણ સિસ્ટમ ફેલ થઈ જાય, ત્યારે લોકો વડાપ્રધાનને યાદ કરે છે. 

કેજરીવાલે નેહરુના સમયમાં ચીન સાથેના યુદ્ધનો કર્યો ઉલ્લેખ 

વિધાનસભા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકો પાણી પી-પીને જવાહરલાલ નેહરુને ગાળો આપે છે… ઓછામાં ઓછું જવાહરલાલ નેહરુએ ચીનની આંખોમાં આંખો નાખીને યુદ્ધ તો કર્યું હતું…. તેમણે કહ્યું કે, હું દેશના લોકોને પુછવા માંગુ છું કે, તમને બિઝનેસ કરતા વડાપ્રધાન જોઈએ કે દેશનું સન્માન કરનારા વડાપ્રધાન… તેમણે કહ્યું કે, હાથમાં હાથ નાખીને મંદિરમાં ફરવાથી પ્રેમ થાય છે, રાજનીતિ થતી નથી… ડિપ્લોમેસી કરવા માટે આંખો દેખાડવી પડે છે. 

વિધાનસભામાં મહિલા કુસ્તીબાજો અંગે બોલ્યા કેજરીવાલ 

ગત દિવસોમાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનમાં બેઠેલી મહિલા કુસ્તીબાજોનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, મહિલા કુસ્તીબાજોને વડાપ્રધાન પાસે આશ્વાસનની આશા હતા… ઉંમરની દ્રષ્ટિએ વડાપ્રધાન દીકરીઓના પિતા સમાન છે… પરંતુ બાપ મોઢું ફેરવી લો તો દિકરીઓ ક્યાં જાય… 

‘ચીન આપણને આંખ દેખાડી રહ્યા છે, તેમ છતાં પીએમ…’ 

કેજરીવાલે ચીનનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, આપણને ચીન આંખો દેખાડી રહ્યું છે, પડકારી રહ્યું છે… તેમ છતાં પીએમ ચુપ છે. તેમણે કહ્યું કે, મહાબલેશ્વરમાં વડાપ્રધાન ચીની વડાપ્રધાનનો હાથ પકડીને તેમની સાથે ચાલી રહ્યા હતા. ચીને મે-2020માં ગલવાનમાં ભારતીય જમીન પર કબજો કરી લીધો હતો. તેમણે દિલ્હીની 4 ઘણી જમીન પર કબજો કરી લીધો… તેમ છતાં પીએમ ચુપ રહ્યા… 

કેજરીવાલે નૂંહ હિંસા મુદ્દે ભાજપને આડે હાથ લીધી 

હરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અંગે કેજરીવાલે કહ્યું કે, હિંસાના કારણે વિશ્વભરમાં નિંદા થઈ છતાં પીએમ મોદી ચુપ રહ્યા. થોડા દિવસો પહેલા તેમણે ભાષણ આપ્યું, તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા, ત્યારબાદ તે જ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા. 

Leave a comment