ભાજપે મધ્યપ્રદેશ -છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યું પ્રથમ લિસ્ટ 

ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. 

MP માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની જાહેરાત 

ભાજપે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ માટે 39 અને છત્તીસગઢ માટે 21 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ વર્ષે જ બંને રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ પહેલા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. બેઠકમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. CEC સભ્યોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. 
 

પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે 

દેશના પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તા પર છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે તેલંગાણામાં BRS સત્તામાં છે. 

Leave a comment