દેશના ૭૭માં સ્વાતંત્ર્યદિન નિમિતે,અદાણી મેડિકલ કોલેજ સ્થિત એનાટોમી ગાર્ડન ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ભુજ બી.એસ.એફ સ્ટેશન હેડ ક્વાર્ટરના કમાંડિંગ મેડિકલ ઓફિસર ડો.આર.કે.પાઠકે ત્રિરંગાને સલામી આપી હતી.આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટર બાલાજી પિલ્લાઇ સહિત તબીબો, જી.કે.અને કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આભારદર્શન સિક્યુરિટી હેડ અભિષેક જાધવે કર્યું હતું.
