જી.કે. જન. અદાણી હોસ્પિ. માં માતાએ છઠ્ઠી પ્રસુતિમાં ૪ બાળકોને જન્મ આપ્યો

~ માતા સ્વસ્થ: ઓછાં વજનને કારણે બાળકો એન.આઇ.સી.યુ.માં

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં માધાપર જૂનાવાસ વિસ્તારમાં રહેતી મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો.માતા ઉપર સિઝેરિયન કરવામાં આવ્યું હતું. માતા સ્વસ્થ છે, પરંતુ બાળકો પ્રિ-ટર્મ અર્થાત અધુરા મહિને જન્મ્યા હોવાથી ઓછા વજનને કારણે તેમને એન.આઇ.સી.યુ.  રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. ચાર્મી પાવાણી અને ડો. કંવલ શાહએ સફળ  સિઝેરિયન ઓપરેશન કર્યા બાદ જણાવ્યું હતું કે, માધાપર ગામના જુનાવાસમાં રહેતા ૩૪ વર્ષીય મરિયત સમા બહેનની તેમની આ છઠ્ઠી પ્રસુતિમાં ચાર બાળકો સિઝેરિયન દ્વારા લેવામાં આવ્યા હતા. ચાર બાળકોમાં ત્રણ દીકરી અને એક દિકરાનો સમાવેશ થાય છે.

માતા ૧૪ મી ઓગસ્ટના સવારે જી.કે.અદાણી હોસ્પિટલમાં તપાસ કરાવવા આવ્યા, ત્યારે સમય કરતાં વહેલી પ્રસવ પીડા થતાં અને તેમની પરિસ્થિતિને જોતા તાત્કાલિક ઓપરેશન કરી બાળકોને જન્મ આપવાની જરૂરિયાત જણાતા,  સામાન્ય પ્રસુતિની રાહ જોયા વિના સિઝેરિયન દ્વારા પ્રસૂતિ કરાઈ હતી. અગાઉ પાંચ ડિલિવરી થઈ ગઈ હોવાથી, કેસ હાઈ- રિસ્ક અને જોખમી  હોવાથી તાત્કાલિક અસરથી બાળકો ઉપરથી લેવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉની તમામ પાંચ પ્રસુતિ નોર્મલ થઈ હતી. આ શસ્ત્રક્રિયામાં ડો. આરજુ પટેલ, ડૉ.હેના મોદી,અનેસ્થેટીસ્ટ ડો.ખ્યાતિ મકવાણા,ડો.ધ્રુવ વિરસોડીયા,ડો.દીક્ષિત પાનસુરીયા તેમજ નર્સિંગ સ્ટાફ તરીકે વર્ષા ભુડીયા અને દીપક ચંદન સહયોગી રહ્યા હતા.

Leave a comment