માનકસિયા કોટેડ મેટલ્સના અધિકારીની રંગોલી ગેટ પર દાદાગીરી

~ અટકાવાનો પ્રયાસ કરતાં કસ્ટમ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી

હાલ અનેકવિધ પ્રશ્નોને કારણે કસ્ટમ ખાતું ઘેરાયું છે ત્યારે મુન્દ્રા પોર્ટની સુરક્ષા વ્યવસ્થા ભેદી બળજબરી પૂર્વક સેઝ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કારચાલક સાથે સુરક્ષાકર્મીઓ નું ઘર્ષણ થયું હતું.બાદમાં તેણે કસ્ટમ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપતાં અદાણી પોર્ટના સંચાલકોએ કાયદાકીય પગલાં લેવાની તૈયારી આરંભી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત પરોઢિયે છ વાગ્યાના ગાળામાં અદાણી પોર્ટના રંગોલી ગેટ પર બનેલા ઉપરોક્ત બનાવમાં જીજે-12 એફસી 4904 નંબરની બ્રેઝા કારના ચાલકે વિના ગેટ પાસ દાદાગીરી પૂર્વક સેઝ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે પોર્ટના સુરક્ષાકર્મીઓએ તેને રોકતા તેણે કસ્ટમ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી.

બાદમાં તેના પણ પુરાવા રજુ ન કરી શકતાં ઘર્ષણ સર્જાયું હતું.અને અંતે તેને કાર વિલા મોઢે પરત લેવાનો વારો આવ્યો હતો.પરંતુ સુરક્ષા ને અનુલક્ષી ને પોર્ટ પ્રશાસને ગંભીરતા દાખવી ચાલક વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની ફરજ પડી હોવાનું જણાઈ આવ્યું છે.ઉપરોક્ત બાબતે અદાણી પોર્ટના અધિકારીઓએ સમર્થન આપી કારના નંબર પરથી ઓનલાઇન ચકાસણી કરતાં તે અંજાર તાલુકાના ચાંદ્રાણી સ્થિત માનકસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના નામે રજીસ્ટર હોવાનું જણાવ્યું હતું.

Leave a comment