પૂર્વ કચ્છ એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત થતાંપ્રથમ હરાજીમાં ૦૦૦૧ નંબર માટેબોલી લગાવાઇ

અંજાર સિૃથત પૂર્વ કચ્છ એ.આર.ટી.ઓ.ના અલાયદા કોડ જે ૩૯નાં વાહનોની ચાર શ્રેણીના નંબરો માટે હરરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પસંદગીના નંબર મેળવવાની હોડમાં વાહન માલિકોએ એલએમવી (કાર)ની શ્રેણીમાં ૦૦૦૧ નંબર મેળવવા માટે રૃ. ૯.૯૯ લાખની અત્યાર સુાધીની સંભવતઃ સર્વોચ્ચ બોલી લગાવી હતી. જ્યારે દ્વિ- ચક્રીય વાહનની શ્રેણીમાં ૦૦૦૧ નંબર માટે ૩૭ હજારનો ખર્ચ કરાયો હતો. પંસદગીના નંબર મેળવવા માટે ૧૭૦ જણની અરજી આવી હતી. આ હરાજી પ્રક્રિયામાં એ.આર.ટી.ઓ. તંત્રની તિજોરીમાં ૩૦.૯૭ લાખની આવક થઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એ.આર.ટી.આ. કચેરીમાં ફોર વ્હીલર વાહન માટે શરૃ કરાયેલી જીજે.૩૯ સી.એ. ખુલ્લી મુકાઈ છે. જેમાં ૦૦૦૧ નંબર મેળવવા માટે રૃા. ૯.૯૯ લાખની બોલી લગાવવામાં આવી હતી. આ ઉપરાંત ૦૦૦૭ માટે ૯૩ હજા૨, ૦૦૦૯ માટે ૪૦ હજાર, ૦૯૯૯ માટે ૧.૭૫ લાખ, ૧૦૦૮ માટે ૧.૨૯ લાખ, ૦૦૯૯ માટે ૧.૧૧ લાખ, ૧૭૧૭ માટે ૬૧ હજાર, જ્યારે ૧૧૧૧, ૯૯૯૯, ૭૭૭૭ માટે ૪૧ હજારમાં હરાજી થઈ હતી. દ્વિ-ચક્રીય વાહન જીજે.૩૯.એ. શ્રેણીમાં ૦૦૦૧ માટે લેવા માટે ૩૭ હજા૨, ૦૦૦૯ માટે ૧ કારમાં જ  કરાવવામાં આવ્યા હતા. જ્યારે ભારે વાહનો માટેની ટી શ્રેણી અને રિક્ષા અને છકડા માટે યુ શ્રેણીમાં નિયત ફી મુજબ જે નંબર ફાળવાયા હતા.

Leave a comment