મનોરંજન સાથે ભાર વિનાનું ભણતર મળે તો કોને ભણવું ન ગમે? અને એ પણ તમારા મનગમતા વિષયમાં! જો આપને ગમતા વિષયમાં એક્સપર્ટાઈઝ મેળવવી હોય તો એક્સપર્ટ અધ્યાપકો સાથે આપનું અનોખા અંદાજમાં સ્વાગત છે. અદાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝીટલ ટેકનોલોજી મેનેજમેન્ટ (AIDTM) ખાતે એકસપર્ટસની ટીમ વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ જ્ઞાન પીરસવા તત્પર છે.
તાજેતરમાં ગાંધીનગર સ્થિત AIDTM ખાતે ભારતના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ વેળાએ પોતાની જાતને અનોખા અંદાજમાં અભિવ્યક્ત કરી. ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ગરબા હોય કે પછી ગદ્ય-પદ્યની ઈતર પ્રવૃત્તિઓ, રોકસ્ટારનું પર્ફોર્મન્સ હોય કે હાસ્યના ફૂવારાઓ મંચસ્થ તમામ રજૂઆતોમાં તાળીઓનો ગડગડાટ જાણે પર્ફોર્મર્સમાં નવી ઉર્જાસંચાર કરતો હતો. “લર્નિંગ વિથ થિયેટર” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ આગવી ઓળખ ઉભી કરી હતી.
આઇસબ્રેકર કાર્યક્રમમાં ગરબા અને રોકસ્ટારનો ટેલેન્ટ શો ઉડીને આંખે વળગે તેવી રજૂઆતો પૈકી હતાં. વિદ્યાર્થીઓની શાનદાર રજૂઆત સામે દર્શકો મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા. વળી ખડખટાટ હાસ્યની છોળો ઉછાળતી રમૂજી રજૂઆતમાં લોકોને હસતા હસતા આંખોમાં આંસુ આવી ગયા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે લર્નિંગ વિથ થિયેટરમાં તેઓ જે શીખ્યા તે પહેલા ક્યારેય જોયું કે અનુભવ્યું ન હતું. વાસ્તવમાં એ જ્ઞાનરંજક ક્ષણો અનોખો સુખદ અનુભવ કરાવતી હતી.
વિદ્યાર્થીઓએ સ્વપનેય નહીં વિચાર્યુ હોય કે નવી કોલેજમાં તેમનું આવું મનોરંજક સ્વાગત થશે. આ કાર્યક્રમમાં અધ્યાપકગણ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રહી હતી. તેમણે નવયુવકોને ઉજ્વળ કારકિર્દી ઘડવામાં આવતા પડકારોને પહોંચી વળવાની ગુરૂચાવી આપી હતી.
ઉત્તમ વાતાવરણ ધરાવતા AIDTM કેમ્પસમાં અત્યાધુનિક ટેકનોલોજી સુસંગત અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. 2020 થી AIDTM ટેક/નોન-ટેક બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને બિગ ડેટા એનાલિટિક્સ ક્ષેત્રમાં રોજગારલક્ષી પ્રશિક્ષણના ઉદ્દેશથી કાર્યશીલ છે.
