પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમે ૨૭ અરજદારોના હોલ્ડ થયેલા રૃપિયા પરત અપાવ્યા

પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસે ૨૭ લોકો કે જેઓ ઓનલાઈન ફ્રોડના શિકાર બન્યા હતા. જેમના નાણાં બેન્કે હોલ્ડ પર રાખ્યા હતા. જે રૃપિયા પરત અપાવવા સાઇબર ક્રાઇમ દ્વારા અરજદારોની કોર્ટમાં અરજી કરાવી રૃ. ૬.૮૮ લાખ પરત અપાવવામાં મદદ કરી હતી. 

આ અંગે પૂર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે, સાયબ૨ ક્રાઈમનો ભોગ બનનારના નાણા જ્યારે ઓનલાઇન છેતરપિંડી થતી હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલિક રોકવા તાથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ સામાન્ય નાગરીકો માટે શરૃ કરવામાં આવ્યો છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ હસ્તક ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઈમનો ભોગ બનના૨ના નાણા જ્યારે ઓનલાઇન છેતરપિંડીથી ટ્રાન્સફર થઇ જતા હોય છે ત્યારે તેને તાત્કાલિક રોકવાની કામગી૨ી ક૨વામાં આવે છે. સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરિયાદ ૧૯૩૦ નંબર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટિકિટ નંબર આપવામાં આવે છે તેમજ સાથો સાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરિકના નાણા ગયેલા હોય તે બેંકને નાણા ફીજ કરાવવા તેમજ જો નાણાં ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયા હોય તો તેની માહિતી આપવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી. ક્રાઈમાથી સી.આર.પી.સી.ની કલમ ૯૧ તાથા ૧૦૨ હેઠળ નોટીસ આપવામાં આવે છે. નોટિસ આાધારે બેંકો આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણા ફ્રીઝ કરવામાં આવે છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ઓનલાઈન નાણાકીય છેતપિંડિનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબ૨ ૧૯૩૦ ૫૨ કોલ કરી ફરિયાદ કરી હતી. જે ફરિયાદોમાં અ૨જદારોના ફ્રોડમાં ગયેલા રૃપિયા રાજ્ય તાથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલા હતા.જે રૃપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અ૨જદા૨ને કોર્ટમાં અરજી કરાવી ઝડપાથી કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા કોર્ટ ઓર્ડરો મેળવી ૨૭ અલગ અલગ અ૨જદારોના ફોડમાં ગયેલા નાણા માંથી કુલ-રૃ.૬,૮૮,૦૫૭ અ૨જદારોના બેંક ખાતાઓમાં પરત મેળવી આપ્યા હતા.

Leave a comment