મેટ્રીમોનિયલ સાઈટ પર મળેલ યુવતીએ ઈજનેરને 1.1 કરોડનો ચૂનો લગાવ્યો

~ મહિલાએ નકલી આઈડી અને નામથી પ્રોફાઈલ તૈયાર કરી હતી

લગ્ન કરવા માટે ઘણા છોકરા છોકરીઓ મેટ્રીમોનિયલ વેબસાઈટનો આશરો લેતા હોય છે. પરંતુ આમ કરવામાં ઘણી વખત ભરાઈ પડતા હોય છે. આવો જ એક કિસ્સો એન્જીનીયર સાથે બન્યો છે. ઈજનેરે  મેટ્રીમોનિયલ વેબસાઈટ પર છોકરી પસંદ કરી હતી. શરૂઆતમાં છોકરીએ સંસ્કારી હોવાનો દેખાડો કર્યો હતો. બાદમાં તેણે ઈજનેરને 1.1 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

બ્રિટનથી બેંગ્લોર આવ્યો 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સોફ્ટવેર એન્જિનિયર ઓફિસના કામથી બ્રિટનથી બેંગ્લોર આવ્યો હતો. તે લગ્ન કરવા માંગતો હતો તેથી તેણે મેટ્રિમોનિયલ સાઇટ પર તેની પ્રોફાઇલ રજીસ્ટર કરાવી. આ પછી તે વેબસાઈટની મદદથી એક મહિલાને મળ્યો જ્યાં બંનેએ મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા. તે પછી બંનેએ નિયમિત વાત કરવાનું શરૂ કર્યું. આ પછી મહિલાએ કહ્યું કે તે તેની માતા સાથે રહે છે અને પિતા હવે આ દુનિયામાં નથી.

સૌપ્રથમ રૂપિયા ઉધાર માંગ્યા 

મહિલાએ શરૂઆતમાં તેની માતાની સારવાર માટે 1,500 રૂપિયા ઉધાર માંગ્યા હતા. આ પછી મહિલાએ તે વ્યક્તિને વીડિયો કોલ કર્યો અને ગુપ્ત રીતે તે વીડિયો કૉલ્સ રેકોર્ડ કર્યા. જોકે, બંને વચ્ચે વોટ્સએપ કોલ દરમિયાન શું થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

વીડિયો કોલ પછી બ્લેકમેલ

વીડિયો કોલ પછી મહિલાએ તે વ્યક્તિને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું કે જો તે તેને પૈસા નહીં આપે તો તે તેની ઇમેજ ખરાબ કરવા માટે તે વીડિયો ક્લિપ્સનો ઉપયોગ કરશે. આ પછી વ્યક્તિએ બે અલગ-અલગ બેંક ખાતામાં 1.14 કરોડ રૂપિયા જમા કરાવ્યા.

પોલીસ ફરિયાદ દાખલ 

આ પછી પણ મહિલાનું બ્લેકમેલિંગ ચાલુ રહ્યું, ત્યારબાદ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમણે જણાવ્યું કે મહિલાએ નકલી આઈડી અને નામથી પ્રોફાઈલ તૈયાર કરી હતી, જેનો હેતુ લોકોને છેતરવાનો હતો. ડીસીપી એસ ગિરીશે જણાવ્યું કે પોલીસે 84 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે, જ્યારે આરોપી મહિલાએ 30 લાખ રૂપિયા વાપરી દીધા છે.

Leave a comment