~ ભાજપને 290 તો કોંગ્રેસને 66 બેઠકો મળવાનો અંદાજ : 5 રાજ્યોમાં ભાજપને એકપણ બેઠકો મળવાની શક્યતા નહીં
લોકસભા ચૂંટણી-2024ને એક વર્ષનો સમય બાકી છે, ત્યારે હવે ચૂંટણીમાં ‘કયા પક્ષનું પલળું ભારે રહેશે અને કયા પક્ષનું નબળું…’ તેના સર્વે સામે આવી રહ્યા છે. ઈન્ડિયા ટીવી સીએનએક્સ દ્વારા સર્વે કરાયો હતો, જેમાં દેશભરમાં 44,548 પ્રભાવશાળી મતદારોને ‘લોકસભા ચૂંટણી-2024માં કયા પક્ષનું પલળું ભારે’ તે અંગે પ્રશ્નો કરાયા હતા. સર્વેમાં સામેલ મતદારોમાંથી 23871 પુરુષ અને 20677 મહિલાઓએ તેમનો અભિપ્રાય આપ્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં NDAની સરકાર બની શકે છે.
ભાજપને લોકસભા ચૂંટણીમાં નુકસાન થવાની શક્યતા
જોકે આ સર્વેમાં રસપ્રદ વાત એ છે કે, ભાજપને ગત ચૂંટણીના મુકાબલે આ વખતે બેઠકોમાં નુકસાન થઈ શકે છે. ઈન્ડિયા ટીવી આઈએનએક્સના સર્વે મુજબ લોકસભા ચૂંટણી-2024માં ભાજપને 290 બેઠકો મળી શેક છે, જ્યારે ગત ચૂંટણીમાં તેને 303 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં ભાજપને 13 બેઠકોનું નુકસાન થવાની સંભાવના છે. તો ચૂંટણીમાં કોંગ્રેસનું પલળું આંશિક ભારે રહેવાનુ અનુમાન લગાવાયું છે, કોંગ્રેસને 66 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસને 52 બેઠકો મળી હતી.
આ રાજ્યોમાં ભાજપના સૂપડા સાફ થવાના સંકેત
સર્વે મુજબ પંજાબમાં ભાજપના એક પણ બેઠક મળતી દેખાતી નથી. NDAને પંજાબમાં એક પણ બેઠક મળવાની સંભાવના નથી, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 13 બેઠકો મળવાનો અંદાજ છે.
આ રાજ્યોમાં NDAને ઓછી બેઠકો મળવાની સંભાવના
સર્વે મુજબ ઘણા રાજ્યો એવા છે, જ્યાં NDAને એક પણ બેઠક નહીં મળે અથવા ઓછી બેઠકો પર જીત મળવાની સંભાવના છે. NDAને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઘણી ઓછી બેઠકો મળી શકે છે. તમિલનાડુમાં 39માંથી 9 અને પશ્ચિમ બંગાળમાં 42માંથી માત્ર 12 બેઠકો પર જ જીતના અણસાર દેખાઈ રહ્યા છે. જ્યારે કેરળ, પંજાબ અને મણિપુરની એકપણ બેઠકો NDAના ખાતામાં જવાની શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, સર્વેમાં માત્ર અંદાજ હોય છે… ઘણી વખત સર્વે કરતા અલગ ચૂંટણીના પરિણામો આવ્યા છે.
